નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગુરુવારે અત્યાર સુધીની સૌથી મોટી માર્કેટ કેપિટલ ધરાવતી કંપની બની ગઈ હતી. તેનું કુલ બજાર મૂલ્ય આઠ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું હતું, જે અત્યાર સુધીની કોઈપણ ભારતીય કંપનીની કેપિટલ મૂડીની સર્વોચ્ચ સપાટી છે. કંપનીને સ્ટોકમાં આવેલ જોરદાર ઉછાળાનો લાભ મળ્યો છે.
2/3
ગુરુવારે શેરબજારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર જેવો રૂપિયા 1262ની રેકોર્ડ ઊંચાઈને સ્પર્શી ગયો ત્યારે કંપનીનું બજારમૂલ્ય વધીને રૂપિયા 8 લાખ કરોડથી વધી ગયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 5000થી વધુ કંપનીઓ લિસ્ટેડ છે અને એ બધાનું કુલ બજારમૂલ્ય અંદાજે રૂપિયા 157 લાખ કરોડ થાય છે. આ રૂપિયા 157 લાખ કરોડમાં માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું બજારમૂલ્ય રૂપિયા 8 લાખ કરોડ થાય છે.
3/3
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટ કેપની યાદીમાં દેશની નંબર વન કંપની બનતાં TCS હવે બીજા સ્થાને આવી ગઈ છે, જેનું બજારમૂલ્ય લગભગ રૂપિયા 7.78 લાખ કરોડ જેટલું છે. ત્રીજા ક્રમાંકે રૂપિયા 5.69 લાખ કરોડના બજારમૂલ્ય સાથે એચડીએફસી બેન્ક આવે છે અને ચોથા સ્થાને રૂપિયા 3.82 લાખ કરોડના બજારમૂલ્ય સાથે હિન્દુસ્તાન યુનિલીવર આવે છે. પાંચમા નંબરે આઈટીસીનું બજારમૂલ્ય રૂપિયા 3.79 લાખ કરોડ થાય છે.