બિલ્ડર/ડેવલપર દ્વારા પ્રોજેક્ટ અને કંપની વિશે તમામ જાણકારી જાહેર કરવામાં આવીત હોવાથી આ બિલથી પારદર્શિતા વધશે.
2/6
ઘર વેચાવમાં બિલ્ડર કોઈની પણ સાથે ભેદભાવ નહીં રાખી શકે. કોઈપણ જાતની ફરિયાદ થવા પર રિયલ એસ્ટેટ ઓથોરિટી અને એપલેટે ટ્રિબ્યૂનલે 60 દિવસમાં તેનો નિવેડો લાવવો પડશે.
3/6
બિલ્ડર સ્પેશિયલ એકાઉન્ટમાંથી જેમ જેમ પ્રોજેક્ટ પૂર્ણ થતો જાય તેમ તેમ જ રકમનો ઉપાડ કરી શકશે. એટલે કે કામ બાકી હોય તો બિલ્ડર સંપૂર્ણ રકમ ખાતામાંથી ઉપાડી નહીં શકે.
4/6
ખરીદદાર ડેવલપર્સને ચૂકવણી કરવામાં નિષ્ફળ જાય તો બાકી રકમ પર SBIના માર્જિનલ કોસ્ટ રેટ (વ્યાજ દર) પ્લસ 2 ટકા વ્યાજ ચૂકવવું પડશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ડેવલપર્સને હપ્તો ચૂકવવામાં મોડું થતું તો તે ખરીદદાર પાસેથી 15થી 18 ટકા જેટલું ઊચું વ્યાજ વસુલતા હતા.
5/6
ખરીદદાર રીફંડ અને વળતર માટે માગણી કરી શકે છે. આ રીફંડ અને વળતર પર SBIના માર્જિનલ કોસ્ટ રેટ (વ્યાજ દર) પ્લસ 2 ટકા સાથે વ્યાજ પણ મળશે. ક્લેમ કર્યાના 45 દિવસની અંદર બિલ્ડરે નાણાં પરત કરવા પડશે.
6/6
રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) બિલ, 2016 છેવટે કાયદો બન્યા બાદ ગુજરાત પ્રથમ એવું રાજ્ય બન્યું જેણે આ કાયદો લાગુ કર્યો છે. ઉલ્લેખનીય છેકે, 30 ઓક્ટોબર સુધીમાં દરેક રાજ્યએ પોતાના રાજ્યમાં રિયલ એસ્ટેટ બિલ નોટિફાઈ કરવાનું હતું પરંતુ ગુજરાને બાદ કરતા અન્ય તમામ રાજ્ય આ બિલને નિયમ તારીખ સુધીમાં લાગુ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ગુજરાતે નિયત તારીખના એક દિવસ પહેલા આ કાયદાને લાગુ કર્યો છે. આગળ વાંચો જો તમે ગુજરાતમાં ઘર ખરીદવા જાવ છો તો તમારે શું જાણવું જરૂરી છે.