શોધખોળ કરો
RBIના ગવર્નર ઉર્જિત પટેલે આપ્યું રાજીનામું, સરકાર સાથે ચાલતો હતો વિવાદ, જાણો વિગત
1/5

ઉર્જિત પટેલે કહ્યું કે, આટલા વર્ષો સુધી આરબીઆઈમાં કામ કરવું મારા માટે સન્માનની વાત છે. ઉર્જિત પટેલ આરબીઆઈ ગવર્નર બન્યાના થોડા મહિનામાં જ દેશમાં નોટબંધી લાગુ કરવામાં આવી હતી. આરબીઆઈ ગવર્નરનો અનેક મુદ્દે મોદી સરકાર સાથે મતભેદ ચાલતા હતા. બેંકોની એનપીએમાં સતત થઈ રહેલા વધારા સામે આરબીઆઈએ કડક વલણ અપનાવ્યું હતું. સરકારી ક્ષેત્રની અનેક બેંકોને આરબીઆઈ દ્વારા પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) કેટેગરીમાં નાંખી દેવામાં આવી હતી. આ કેટેગરીની બેંકોને ઋણ આપવા પર અનેક પ્રકારના પ્રતિબંધ આરબીઆઈએ લગાવ્યા હતા. આ ઉપરાંત એનબીએફસીને ઋણ આપવા પર પણ કેન્દ્રીય બેંકે કડક વલણ અપનાવ્યું હતું. થોડા દિવસો પહેલા આરબીઆઈ બોર્ડની બેઠક થઈ હતી. જેમાં તમામ મતભેદો દૂર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. 28 ઓક્ટોબર, 1963ના રોજ જન્મેલા ઉર્જિત પટેલે બીએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી કર્યું છે. 1986માં તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.ફિલની ડિગ્રી મેળવી છે. 1990માં યેલે યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં પીએચડી કર્યું છે.
2/5

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજીનામું આપી દીધું છે. તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. ઉર્જિત પટેલે કહ્યું કે, અંગત કારણોથી મેં મારી વર્તમાન પોઝિશન પરથી તાત્કાલિક હટવાનો ફેંસલો લીધો છે. રઘુરામ રાજનની વિદાય બાદ આરબીઆઈના ગવર્નર તરીકે ઉર્જિત પટેલનો કાર્યકાળ 11 જાન્યુઆરી, 2016થી શરૂ થયો હતો.
Published at : 10 Dec 2018 05:53 PM (IST)
View More





















