ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્કે તાજેતરમાં જ કોમર્શિયલ બેન્કો માટે ગાઇડલાઇન બહાર પાડી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે બેન્ક ઇન્ટરનેટ બેન્કિંગ સેવાનો લાભ લેનાર ગ્રાહકોને પોતાનો મોબાઇલ નંબર રજીસ્ટર કરવા કહે જેથી કોઇપણ ઇલેક્ટ્રોનિક ટ્રાન્જેક્શન પર તેમને એસએમએસ દ્વારા એલર્ટ મોકલી શકાય.
2/4
બેન્કે વેબસાઇટ પર જણાવ્યું છે કે રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની ગાઇડલાઇન હેઠળ જો તમે બેન્કની ઇન્ટરનેટ બેન્કિંગ સેવાનો લાભ લેવા માગો છો તો તમારે તમારા બેંક સાથે સાથે મોબાઈલ નંબર રજિસ્ટર કરાવવો પડશે.
3/4
જો નિયત સમય મર્યાદામાં મોબાઇલ નંબર રજીસ્ટર નહી કરાવ્યો હોય તો બેન્ક તકફથી તમારુ એકાઉન્ટ 1 ડિસેમ્બરથી બંધ કરી દેવામાં આવે તેવી શક્યતા છે અને આ સ્થિતિમાં તમે તમારા બેંક ખાતામાંથી કોઈપણ જાતનું ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં.
4/4
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જો તમારું ખાતું છે તો તમારા માટે આ ખાસ સમાચાર છે. બેંક ટૂકમાં જ તમારી ઇન્ટરનેટ બેન્કિંગ સેવા બંધ કરી શકે છે. જોકે, આવું તમામ ગ્રાહકો સાથે નહીં થાય. આ સેવા એવા લોકો માટે બંધ કરવામાં આવશે, જેમણે હજુ સુધી પોતાનો મોબાઈલ નંબર બેંક સાથે રજિસ્ટર્ડ કરાવ્યો નથી.