મકર સંક્રાંતિના અવર પર સરકાર સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની નવી સીરીઝ લઈને આવી છે. આ સ્કીમ અંતર્ગત સોનું ખરીદવા પર આકર્ષક ઓફર મળી રહી છે. આ ઓફર જાણતા પહેલા જાણો શું છે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ.
2/6
નવી દિલ્હીઃ જ્યારે પણ લગ્નની સીઝન શરૂ થાય છે ત્યારે સોનું ચાંદીનું વેચાણ વધી જા છે. જો તમે પણ સોનું ખરીદવા માગો છો તો તમારા માટે સરકાર ખાસ ઓફર આપી રહી છે. આ ઓફર અંતર્ગત તમે સસ્તામાં સોનું ખરીદી શકો છો.
3/6
આ રોકાણના ફાયદા પણ છે. તેના દ્વારા તમે ટેક્સ પણ બચાવી શકો છો. ઉપરાંત સોનાની સુરક્ષાને લઈને કોઈ ચિંતા કરવાની જરૂરત નથી રહેતી. આ સરકારી યોજના હોવાથી તેમાં શુદ્ધતાની સંપૂર્ણ ગેરેન્ટી રહે છે. જરૂત પડવા પર સોનાના બદલામાં બેંકમાંથી લોન પણ લઈ શકાય છે.
4/6
આ ઓજના અંતર્ગત ઓનલાઈન સોનું ખરીદવા પર સરકાર 50 રૂપિયાની છૂટ આપી રહી છે. સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનાની નવી સીરીઝ માટે 3214 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી છે. જણાવીએ કે, કોઈપણ વ્યક્તિ એક નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ 500 ગ્રામ સોનાના બોન્ડ ખરીદી શકે છે.
5/6
કુલ મળીને વ્યક્તિગત રીતે બોન્ડ ખરીદવાની મર્યાદા 4 કિલો છે જ્યારે ટ્રસ્ટ અથવા સંગઠન માટે 20 કિલોગ્રામ રાખવામાં આવી છે. જ્યારે આ બોન્ડનું વેચામ, બેંક, પોસ્ટ ઓફિસ, એનએસઈ અને બીએસઈ ઉપરાંત સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા થાય છે.
6/6
નવેમ્બર 2015માં મોદી સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની શરૂઆત કરી હતી. સરકારની આ સ્કીમનો ઉદ્દેશ સોનાની ફિઝિકલ માગને ઘટાડવાનો છે. તે અંતર્ગત સોનું ખરીદીને ઘરમાં રાખવાને બદલે બોન્ડમાં રોકાણ તરીકે ઉપયોગ કરવાનો હોય છે. બોન્ડમાં ઓછામાં ઓછું રોકાણ 1 ગ્રામ છે. આ બોન્ડની સીરીઝ સમય સમય પર સરકાર તરફથી શરૂ કરવામાં આવી છે.