નવી દિલ્હીઃ ઓટોમેકર ટાટા મોટર્સે પોતાની કોમ્પેક્ટ સિડાન ઇન્ડિગો અને કોમ્પેક્ટ હેચબેક ઇન્ડિકાનું પ્રોડક્શન બંધ કર્યું છે. કંપની અનુસાર, આ સેગમેન્ટમાં જરબદસ્ત સ્પર્ધા હોવાની સાથે સાથે કારનું વેચાણ ઘટી જવાને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
2/5
SIAM દ્વારા જારી ડેટા અનુસાર કારમેકર કંપનીએ નાણાંકીય વર્ષ 2018માં ઇન્ડિકાના 2583 યૂનિટ્સ અને ઇન્ડિગોના 1756 યૂનિટ્સ વેચ્યા છે. આ કારણે એપ્રિલ 2018માં બન્ને કારનું કોઈ પ્રોડક્શન નથી થયું અને નથી તેનું વેચાણ થયું.
3/5
ટાટા મોટર્સે એપ્રિલ 2018માં 187321 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું અને 22 ટકાનો ગ્રોથ જોવા મળ્યો હતો. જ્યારે વિતેલા વર્ષે આ જ સમય ગાળામાં 153151 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. આ ગ્રોથ મુખ્ય રીતે હાલમાં લોન્ચ થયેલ મોડલ્સ જેમ કે નેક્સોન અને હેક્સાથી મળ્યો છે. ઉપરાંત કોમ્પેક્ટ હેચબેક ટિયાગોનું વેચાણ પણ વધ્યું છે. જ્યારે ઇન્ડિગો અને ઇન્ડિકાનું વેચાણ ધારણાં કરતાં ખૂબ જ ઓછું રહ્યું છે.
4/5
એટલું જ નહીં, ઉદ્યોગ સંસ્થા સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરક્સ (SIAM)એ જે સેલ્સ અને પ્રોડક્શનના આંકડા જારી કર્યા છે તે પણ આ તરફ જ ઇશારો કરે છે.
5/5
જોકે, કંપની હાલમાં જેમની પાસે આ કાર છે તેમને જરૂરી માર્કેટ સર્વિસ ઉપલબ્ધ કરાવતી રહેશે. આ મામલે ઉત્તર ભારતના એક ડીલરે જણાવ્યું કે, કંપનીએ આ બન્ને કારનું પ્રોડક્શન બંધ કર્યું છે અને આ કારના છેલ્લો સ્ટોક્સ સપ્લાઈ કરવામાં આવી રહ્યો છે.