ઈરાન પર અમેરિકાના દ્વારા પ્રતિબંધ લગાવ્યા બાદ ટ્રેડર્સને માર્કેટમાં ઓઈલ સપ્લાઈ ઘટવાની આશંકા છે. આ જ કારણ છે કે ક્રૂડની કિંમતમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહી છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ 77.69 ડોલર પ્રતિ બેરલ પર છે. જોકે, ઓપેક દેશોએ હાલમાં જ પ્રતિ દિવસ 10 લાખ બેરલ વધારે ઉત્પાદન કરવાની જાહેરાત કરી છે, પરંતુ તેનાથી તેલની માગને પહોંચી વળે તેમ નથી. માટે વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે.
2/4
ક્રૂડ કંપનીઓના માર્જિન પર સતત દબાણ જોવા મળી રહ્યું છે, જેના કારણે તેઓ કિંમત વધારવા માટે મજબૂર થઈ છે. ડોલરની સામે રૂપિયો નબળો પડવાથી ઓઈલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે.
3/4
ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં વધારા બાદ ડીઝલ 67.66 રૂપિયા પ્રતિ લિટર, મુંબઈમાં 71.79 રૂપિયા, કોલકાતામાં 70.05 રૂપિયા અને ચેન્નઈમાં 71.42 રૂપિયા થયા છે. જાણકારોનું માનવું છે કે, આવનારા દિવસોમાં કિંમતમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે.
4/4
નવી દિલ્હીઃ વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતમાં આવેલ તેજીની અસર ઘરેલુ બજારમાં જોવા મળી રહી છે. સતત 36 દિવસના ઘટાડા બાદ પેટ્રોલ અને ડીઝલનીકિંમતમાં સતત બીજા દિવસે વધારો થયો છે. આ પહેલા ગુરુવારે પણ પેટ્રોલમાં 17 પૈસા અને ડીઝલ પર 13 પૈસાનો વધારો થયો. શુક્રવારે પેટ્રોલની કિંમતમાં 14થી 15 પૈસા અને ડીઝલમાં 16થી 18 પૈસાનો ઉછાળો નોંધાયો છે. સતત બીજા દિવસે વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 75.85 રૂપિયા પ્રતિ લિટર જ્યારે મુંબઈમાં પેટ્રોલ 83.24 રૂપિયા, કોલકાતામાં 78.53 રૂપિયા અને ચેન્નઈમાં 78.72 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.