શોધખોળ કરો

Amreli: અમરેલી લેટરકાંડમાં હવે સાંસદ પરસોત્તમ રૂપાલાની એન્ટ્રી, પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

Amreli: અમરેલીમાં થયેલ લેટરકાંડનો મુદ્દો દિવસેને દિવસે મોટો થઈ રહ્યો છે. હવે અમરેલીમાં પાટીદાર દીકરી પાયલ ગોટી મુદ્દે સાંસદ પરશોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે.

Amreli: અમરેલીમાં થયેલ લેટરકાંડનો મુદ્દો દિવસેને દિવસે મોટો થઈ રહ્યો છે. હવે અમરેલીમાં પાટીદાર દીકરી પાયલ ગોટી મુદ્દે સાંસદ પરશોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમરેલી પોલીસે ઉતાવળ કરી છે અને દીકરી સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી. આ પ્રકરણને એક તરફ લઈ જવાનો પ્રયાસ પણ યોગ્ય નથી.

તેમણ વધુમાં કહ્યું કે, કોંગ્રેસ ધરણા કરે છે, એ તો વિપક્ષ માટે એમનું કામ છે. પણ આખા પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી. એને બદલે એક તરફ લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે યોગ્ય નથી. બેઝિક વિષય એ હતો કે નનામી પત્રિકાનો મુદ્દો હતો, જેનો એક ખૂબ મોટો વિવાદ ચાલી રહ્યો છે. એની સામેના આ વિષયની તપાસમાંથી જે પ્રશ્ન ઊભો થયો છે, એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન મારી સમજની બહાર છે. 

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, પોલીસ કર્મીઓ સામે પગલા લેવા જોઈએ શું લાગે? ત્યારે તેમણે કહ્યું કે, જવાબદાર પોલીસ કર્મીઓ અને પોલીસ અધિકારીઓ માટે આપણા એસપીએ કમિટી નિમી દીધી છે. મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી થશે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું અમરેલી ભાજપમાં જૂથવાદ ચાલે છે જેમાં, એક તમારું જૂથ છે, એક વેકરિયાનું જૂથ છે. કોંગ્રેસ એવા આક્ષેપ કરે છે કે આ બનાવ એમના જૂથના કારણે બન્યો છે. જેના જવાબમાં રુપાલાએ કહ્યું કે, મારા જૂથ અંગેની માહિતી મારી પાસે નથી.

પરશોત્તમ રૂપાલાના નિવેદન પર પ્રતાપ દુધાતની પ્રતિક્રિયા

પ્રથમ તો આ વાત એણે સ્વીકારી, એ આવકાર્ય છે કે પોલીસની ભૂલ છે, પોલીસની ક્ષતિ છે. કોંગ્રેસ આમાં રાજકારણ કરે છે એવું એક બીજી બાજુ જે વાત ઊભી થઈ રહી છે. પ્રથમ દિવસે પત્રની અંદર જ મારો વ્યવહાર એ પ્રકારનો રહ્યો છે કે કોઈપણ પ્રકારનું દીકરી ઉપર રાજકારણ કરવું નથી, કોઈ કોંગ્રેસ ભાજપની વાત કરવી નથી. અમે નારી સ્વાભિમાન મંચ નામ આપ્યું છે અને આની અંદર આ નારીને ન્યાય અપાવા માટેની વાત છે.

પરશોતમભાઈ સ્વીકાર્યું છે કે, સરકારના દિગ્ગજ નેતા છે અને ભારતીય જનતા પાર્ટીનું એક કેબિનેટ કક્ષાએ એટલે કે મુખ્યમંત્રી કક્ષાના વ્યક્તિત્વ ધરાવતા હોય તો અમારી ફક્ત એટલી જ માંગ છે કે જેણે ભૂલ કરી છે, ઈરાદાપૂર્વક જે આ દીકરીને ફસાવવામાં આવી છે, એ દીકરીને ન્યાય અપાવવા માટે પોલીસને ડિસમિસ કરે અને કયા પદાધિકારીના ઓર્ડરથી આ વાત થઈ, એનું નામ ખુલ્લું પડે. આથી વધારે અમે કઈ માંગ લઈને નીકળ્યા નથી. અમે કોઈ એવી ડિમાન્ડ પણ મુકતા નથી. અમારી ફક્ત નાની એવી ડિમાન્ડ છે કે જે પોલીસે તપાસની સીધી એની ઉપર એવડી કલમો નાખી, એને રાતના ધરપકડ કરી, એનું સરઘસ કાઢ્યું અને એની જે બદનામી કરવાનું જે કાવતરું રસાણું, એની સામેનો અમારો વાંધો છે. આની અંદર કોઈ રાજકીય વાત કરવા માંગતા નથી.

પ્રતાપ દુધાતે આગળ કહ્યું કે, પરશોત્તમભાઈને  વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આનો સુખદ અંત લાવો અને કોંગ્રેસની જે વાતો કરો છો એ વાર્તા પૂરી થાય છે. શા માટે તમે પગલા નથી ભરતા? તમે નાની એવી એક પત્રિકાની અંદર કોઈની ઉપર આજીવન કેદ થાય એવી કલમો નાખી દઈ છે. એ પોલીસને તો જાહેર જીવનના વ્યક્તિ તરીકે સરકારની આંખ ખુલવી અમારી ફરજ હતી જે અમે નિભાવી છે. હવે સરકારના પ્રતિનિધિઓ કે સરકાર એની ફરજ નથી નિભાવતી એની સામેનો અમારો આ વાંધો છે. એટલા માટે નારી સ્વમાન મંચ ઉપર અમે બધા જ લોકોને આવકારીએ છીએ. આવતી કાલે સુરતની અંદર માનગઢ ચોકમાં અમારા ધરણા પ્રતીક ધરણા છે. સુરતની જનતાને વિનંતી કરું છું કે આ કોઈ વ્યક્તિનો મામલો નથી, આ નારી સન્માનનો મામલો છે. ત્યારે સૌ અમારા મંચ ઉપર આવો. બિન રાજકીય અમારો મંચ છે અને આ મંચ ઉપર આવી અને સરકાર ઉપર દબાણ ઊભું કરાવી અને જે પણ જવાબદાર લોકો છે એ પ્રતિનિધિના મારફત જે પરસોત્તમભાઈ વાત કરી એ પોલીસની ભૂલ છે એ પોલીસને સજા થાય એટલી જ અમારી માંગ છે.

આ પણ વાંચો...

ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત
Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
શું WhatsApp પર આવી છે ઈન્કમ ટેક્સની નોટિસ? સાયબર ઠગ આ રીતે લોકોને બનાવી રહ્યા છે શિકાર
શું WhatsApp પર આવી છે ઈન્કમ ટેક્સની નોટિસ? સાયબર ઠગ આ રીતે લોકોને બનાવી રહ્યા છે શિકાર
Embed widget