શોધખોળ કરો
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, શું આ ખરીદવાનો છે બેસ્ટ ટાઈમ ?
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, શું આ ખરીદવાનો છે બેસ્ટ ટાઈમ ?

પ્રતિકાત્મક તસવીર
1/5

Gold Price Today: સોમવારે (6 જાન્યુઆરી) સોના અને ચાંદીના ભાવમાં મંદી જોવા મળી હતી. વાયદા બજારમાં ઘટાડા સાથે સોના અને ચાંદીમાં કારોબાર જોવા મળ્યો હતો. આ પહેલા બુલિયન માર્કેટમાં ભાવ સ્થિર હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી વચ્ચે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં મેટલ્સમાં ઘટાડો જોવા મળ્યો હતો.
2/5

એમસીએક્સ પર સોનું રૂ. 154 ઘટીને રૂ. 77,163 પ્રતિ 10 ગ્રામ પર હતું, જે શુક્રવારે રૂ. 77,317 પર બંધ થયું હતું. આ સમયગાળા દરમિયાન ચાંદી રૂ. 40 ઘટીને રૂ. 89,181 પ્રતિ કિલોએ ટ્રેડ થઈ રહી હતી, જે અગાઉના સત્રમાં રૂ. 89,221 પર બંધ હતી.
3/5

શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 79,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર લગભગ સ્થિર રહી હતી. ગુરુવારે સોનાનો ભાવ 79,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.
4/5

શુક્રવારે ચાંદીની કિંમત 230 રૂપિયા ઘટીને 90,400 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદી રૂ. 90,630 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. જોકે શુક્રવારે 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત 130 રૂપિયા વધીને 79,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.
5/5

તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.
Published at : 06 Jan 2025 03:04 PM (IST)
આગળ જુઓ
Advertisement