અમેરિકામાં ડોલર 14 વર્ષની ઉંચાઈ પર પહોંચી ગયો છે. જ્યારે શેરબજારમાં કડાકો બોલવાને કારણે રૂપિયા પર દબાણ વધી ગયું છે. ચાલુ મહિને રૂપિયામાં અંદાજે 3.75 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, ટ્રમ્પ સરકાર આવનારા દિવસોમાં ચૂંટણી વચનો અનુસાર ટેક્સમાં ઘટાડાની સાથે સાથે સરકારી ખર્ચમાં ઘટાડો કરવાનો આદેશ કરી શકે છે. આ ઘટાડાને કારણે ડોલર મજબૂત થવાની ધારણાએ કરન્સી બજારમાં ડોલરમાં તેજીનો જુવાળ જોવા મળી રહ્યો છે.
2/6
બ્રોકરેજ હાઉસ એચએસબીસીએ હાલમાં જ જારી અહેવાલમાં કહ્યું હતું કે, સુરક્ષિત રોકાણની માગને કારણે વિશ્વભરમાં મોટા ઈટીએફે સોનામાં ખરીદી કરી હતી. જ્યારે ઇમર્જિંગ માર્ટેક્સમાં સતત સોનાની માગ ઘટી રહી છે. માટે ચાલુ વર્ષે સોનાની કિંમત સરેરાશ 1200 ડોલર પ્રતિ ઔંસ રહેવાની ધારણા છે.
3/6
નિષ્ણાંતોનું કહેવું છે કે, SPDR હોલ્ડિંગ્સની વેચવાલીનો મતલબ સ્પષ્ટ છે કે, સોનાની કિંમતમાં આગળ તેજીની સંભાવના નથી. SPDR હાલ પ્રોફિટ બુકિંગ કરી રહી છે. વિશ્વભરમાં બોન્ડ યીલ્ડમાં આવેલ ઘટાડાને કારણે સોનાની કિંમતમાં તેજી જોવા મળી હતી, પરંતુ હવે અમેરિકામાં વ્યાજ દર વધવાની પ્રબળ શક્યતા હોવાને કારણે સોનાની કિંમતમાં દબાણ જોવા મળી શકે છે.
4/6
બ્લૂમબર્ગના આંકડા અનુસાર વિશ્વના સૌથી મોટા ઈટીએફ SPDR હોલ્ડિંગ્સે ત્રણ દિવસમાં અંદાજે 13 ટન સોનું વેચ્યું છે. જ્યારે 11 નવેમ્બરથી અત્યાર સુધી SPDRએ 49 ટન સોનું વેચ્યું છે. જોકે આ પહેલા SPDRએ વિતેલા એક વર્ષમાં પોતાના હોલ્ડિંગ્સમાં 10 વર્ષ બાદ 50 ટકાનો વધારો કર્યો હતો.
5/6
નવી દિલ્હીઃ અમેરિકન સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ ડિસેમ્બર મહિનામાં વ્યાજ દરમાં વધારો કરે તેવી આશંકાને કારણે વિશ્વના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) SPDR હોલ્ડિંગ્સે ઓપન માર્કેટમાં 16 ટન સોનું વેચ્યું છે. માટે હવે કહેવાય છે કે, સુરક્ષિત રોકાણની માગને કારણે સોનામાં આવેત તેજી હવે ખતમ થઈ ગઈ છે. માટે વિશ્વભરના મોટા બ્રોકરેજ હાઉસ અને એક્સપર્ટ્સનું કહેવું છે કે, ડિસેમ્બર સુધી સોનાની કિંમત ઘટીને 28 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી આવી શકે છે.
6/6
વિતેલા બે દિવસમાં સોનાની કિંમત 2 ટકા અને એક મહિનામાં અંદાજે 7.5 ટકા ઘટીછે. એક મહિનામાં વૈશ્વિક બજારમાં સોનીની કિંમત 1310 ડોલર પ્રતિ ઔંસથી ઘટીને 1210 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ છે.