Crime News: અમદાવાદના નિકોલ વિસ્તારમાં પરિણીતાએ સંબંધ રાખવાની ના પાડતા પ્રેમીએ એવું પગલું ભર્યું કે જાણીને તમે પણ ચોંકી જશો
અમદાવાદ: શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં નિકોલ વિસ્તારમાં એક મહિલાએ પ્રેમી સાથે સંબંધ રાખવાની ના પાડતા પ્રેમીએ પ્રેમિકાના બાળકનું અપહરણ કરી લીધું હતું.
Crime News: શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં નિકોલ વિસ્તારમાં એક મહિલાએ પ્રેમી સાથે સંબંધ રાખવાની ના પાડતા પ્રેમીએ પ્રેમિકાના બાળકનું અપહરણ કરી લીધું હતું.આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે 13 માસના બાળકનું અપહરણ કરનારની ધરપકડ કરી લીધી છે. બાળકની માતાના પ્રેમીએ અપહરણ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. નિકોલ પોલીસે આરોપી પ્રકાશ દંતાણીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હિલા સરપંચના પતીની ગોળી મારીને હત્યા
બિહારમાં એક માફિયા રાજની ઘટના સામે આવી છે. અહીં ધોળે દાળે એક ફાયરિંગમાં હત્યાની ઘટના ઘટી છે. બિહારના આરામાં એક મહિલા સરપંચના પતિની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મૃતક મુન્ના યાદવ સવારે કૃષ્ણગઢ પોલીસ સ્ટેશનથી પંચાયત પુરી કરીને પોતાના ઘરે પાછો આવી રહ્યો હતો, તે દરમિયાન સરૈયા માર્કેટમાં બંદૂકધારી ગુનેગારોએ તેની ત્યાં જ ગોળી મારીને હત્યા કરી હતી.
હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યારાઓ ખુબ જ આસાનીથી તેમના હથિયારો સાથે નાસી છૂટ્યા હતા. કૃષ્ણગઢ પોલીસ સ્ટેશનથી થોડે દુર આ સનસનાટીભરી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. આ ઘટનામાં મુન્ના યાદવ મૃત્યુ પામ્પો હતો, જે કૃષ્ણગઢ પોલીસ સ્ટેશનના બાભનગાંવનો રહેવાસી હતો, જે પશ્ચિમ ગુંડી પંચાયતના સરપંચ અમરાવતી દેવીનો પતિ હતો.
કહેવાઇ રહ્યું છે કે, સવારે તે પોતાની બાઇક પર કૃષ્ણગઢ પોલીસ સ્ટેશનથી પંચાયત કરવા ગયો હતો અને તે પુરી કર્યા બાદ પોતાના ગામે પરત ફરી રહ્યો હતો, તે હથિયારધારી હુમલાખોરોએ તેના પર અચાનક ફાયરિંગ કરી દીધુ હતુ, અને બજારમાં હાજર લોકોની સામે તેને મારી નાખ્યો. વળી, ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારના સભ્યો સ્થળ પર પહોંચી ગયા હતા અને સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. માહિતી પ્રમાણે, કૃષ્ણગઢ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ મૃતકના પરિવારજનોએ પોલીસને મૃતદેહ લેવાનો ઈન્કાર કરતા ઘટનાસ્થળે જ રોડ બ્લૉક કરી દીધો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
ગુનેગારોના ગોળીબારના કારણે મુન્ના યાદવ તેમની બુલેટ સાથે રોડ પર પડી જાય છે. તે પડ્યા તેની સાથે જ એક અપરાધી તેમને માથામાં ગોળી મારી દે છે. પછી પાછળથી આવેલા અન્ય એક અપરાધીએ માથામાં ગોળી મારી હતી. મુન્ના યાદવને 4 ગોળી વાગી હતી. ગોળી મારીને તેઓ ફરાર થઈ ગયા હતા.