શોધખોળ કરો

BREAKING: રાજકોટમાં ફેક્ટરી માલિકના પુત્રનું અપહરણ, 15 કરોડની કરી માગ, જાણો પછી શું થયું

રાજકોટ: શાપર વેરાવળની ફેકટરી માલિકના પુત્ર અદનાન તેલવાલાનુ અપહરણ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. અદનાનનું અપહરણ કરી પૂર્વ આયોજિત કાવતરૂ ઘડી ફેક્ટરી માલિક પાસેથી 15 કરોડની માંગણી કરવામાં આવી હતી.

CRIME NEWS: શાપર વેરાવળની ફેકટરી માલિકના પુત્ર અદનાન તેલવાલાનુ અપહરણ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. અદનાનનું અપહરણ કરી પૂર્વ આયોજિત કાવતરૂ ઘડી ફેક્ટરી માલિક પાસેથી 15 કરોડની માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત જો રૂપિયા નહિ આપો તો પુત્ર અદનાનને જાનથી મારી નાખવાની ધમકી અપહરણકારોએ આપી હતી. આ અપહરણ કાંડમાં 4 શખ્સો સામેલ હતા.

જો કે આ અપહરણકારોના બદઈરાદા ફાવ્યા નહોતા. અપહરની ઘટના બાદ ફેક્ટરી માલિકે પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે અદનાનને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેવા અપહરણકારો અમરેલી જિલ્લામાં પ્રવેશ્યા ત્યાં જ SP હિમકર સિંહની ટીમે આરોપીઓને ઝડપી અદનાનને છોડાવી લીધો હતો. આ ઓપરેશનને પાર પાડવામાં અમરેલી SPની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ, રાજુલા પોલીસે મહત્વની ભૂમિકા ભજવી હતી. સાવરકુંડલા રાજુલા હાઇવે ઉપરથી તમામ લોકોને ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ અપહરણ કરતા ઇસમોને રાજકોટ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યા હતા.

અબડાસાના વિઝાણ ગામે 22 વર્ષીય યુવકની હત્યા

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં હત્યાની ઘટના ઘટી છે. અબડાસા તાલુકાના વિઝાણ ગામે મુસ્લિમ લુહાર યુવાનની હત્યા થઇ છે. વિઝાણ ગામના 22 વર્ષિય મુસ્લિમ યુવાનની હત્યાથી પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નલિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યો છે. કોણે હત્યા કરી અને કયા કારણોસર તેની આગળની તપાસ કોઠારા પોલીસે હાથ ધરી છે. 

વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં 23 વર્ષીય શ્રમિક યુવાનની હત્યા
વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં 23 વર્ષીય શ્રમિક યુવાનની હત્યાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ 23 વર્ષીય નિતેશ રાજપૂત નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સો હત્યા કરીને ફરાર થઇ ગયા છે. હત્યારાઓએ મૃતક યુવાન પર હથિયારના ઘા ઝીંકતા 23 વર્ષીય નિતેશ રાજપૂત ઢળી પડ્યો હતો. નિતેશને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જો કે હોસ્પિટલ પહોંચે એ પહેલા જ તેણે રસ્તામાં દમ તોડી દીધો હતો.  મળતી માહિતી મુજબ મૃતક નિતેશ રાજપૂત સોમા તળાવ નજીક વિજયનગરમાં રહેતો હતો અને મજૂરીકામ કરતો હતો. હત્યાનું કારણ જાણવા મળેલ નથી. હત્યારાઓને ઝડપી પાડવા વાડી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 

દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Embed widget