શોધખોળ કરો

Surat: સુરતમાં પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સિરપ,ટેબ્લેટ અને ગર્ભપાતની ટેબ્લેટના વેચાણ વિરુદ્ધ કાર્યવાહી

પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સિરપ,ટેબ્લેટ અને ગર્ભપાતની ટેબ્લેટના વેચાણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી.  મેડિકલ સ્ટોરના સંચાલક સામે શહેર એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

સુરત : તબીબના પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સિરપ,ટેબ્લેટ અને ગર્ભપાતની ટેબ્લેટના વેચાણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.  મેડિકલ સ્ટોરના સંચાલક સામે શહેર એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.  પુણા કમેલા દરવાજા ખાતે આવેલ સંજય નગર ઝૂંપડપટ્ટી નજીક મેડિકલ સ્ટોરમાં વેચાણ થતું હતું. 

એસઓજીએ ડમી ગ્રાહક મોકલી સંચાલકને ઝડપી પાડ્યો છે.  મેડિકલ સ્ટોરનો સંચાલક આલોકકુમાર ચંદ્રાનંદ શાહની તબીબના પ્રિસ્ક્રીપશન વગર નશાકારક સિરપ,ગર્ભપાતની ગોળીઓનું વેચાણ કરતો હતો. 

મેડિકલ સ્ટોરમાંથી એસઓજીએ રેકઝોન-ટી સિરપની 68,અલ્પરાઝોલેમની 1230 ટેબ્લેટ સહિત 30 ગર્ભપાતની ટેબ્લેટ કબ્જે કરી છે.  ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોરના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  

4 કરોડના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં આરોપી ઝડપાયો

સુરતમાં 4.29 કરોડના ગોલ્ડ સ્મગલિંગ કેસ મામલે આરોપી બળદેવ સખરેલીયાની ધરપકડ કરવામાં આવી છે. સુરત SOG પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સોનામાં કેવા પ્રકારનું કેમિકલ ભેળવતા સહિતના મુદ્દાની તપાસ કરવામાં આવશે. સુરતમાં 4.29 કરોડ રૂપિયાના ગોલ્ડ સ્મગલિંગ ઝડપાયું હતું. આ કેસમાં 10 મહિના બાદ આરોપી બળદેવ મનસુખ સખરેલિયા ઝડપાયો છે.  પોલીસે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 

કેસની વિગતો વિશે વાત કરીએ તો  10 મહિના પહેલા એસ.કે.નગર ચોકડી પાસેથી ચાર આરોપીઓ સ્મગલિંગના સોના સાથે ઝડપાયા હતા. તપાસ દરમિયાન આરોપી બળદેવ મનસુખ સખરેલીયાને ગોલ્ડ મંગાવ્યું હોવાનું ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. 10 મહિના પછી આરોપી બળદેવની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી બળદેવને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. 

સુરત SOG પોલીસ હવે શું તપાસ કરશે ?

1) સોનામાં કેવા પ્રકારનું કેમિકલ ભેળવ્યું હતું તે કેમિકલ બાબતે તપાસ કરવાની છે. 

2) આ ગુના પહેલા બળદેવ અન્ય આરોપી સાથે ફોન પર સંપર્કમાં હતો. તે મોબાઈલ ફોન અને સીમકાર્ડ કોઈ જગ્યાએ ફેંકી દીધા છે તે ફોન બાબતે તપાસ કરવાની છે.

3) આરોપી દુબઈથી સોનું લાવીને ભારતમાં કોને-કોને આપતા હતા, સોનાના સ્મગલિંગ અને સોનું ખરીદનારા પડદા પાછળ છુપાયેલા ચહેરા ઉજાગર કરી સરકાર સાથેની છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ કરવાનો છે. 

4) આરોપી 10 મહિનાથી નાસતો ફરતો હતો, આટલા સમય સુધી આરોપી કોની મદદથી ક્યાં છૂપાયેલો અને તેને કોણે આશરો આપ્યો હતો. તેની તપાસ કરવાની છે. 

5) સોનુ દુબઈથી દિલીપ પટેલ ઉર્ફ ડી.એમ. પટેલ નામના વ્યક્તિ પાસેથી મંગાવ્યું હોવાની કબૂલાત આરોપીએ કરી પરંતુ તેના વિશે કોઈ માહિતી આપતો નથી, દિલીપ પટેલની તપાસ કરવાની છે.  

6) આરોપી બળદેવે આ પહેલા પણ નીરવ, ફેનીલ, અભિષેક અને તુષાર નામના વ્યક્તિને દુબઈ મોકલીને સોનું સ્મગલિંગ કરીને મંગાવ્યું હતું. તે સોનું બળદેવે લીધું હોવાની સંભાવના નકારી શકાય નહીં તે દિશામાં પણ તપાસ કરવાની છે. 

7) આ પહેલા પણ ડીઆરઆઈએ આરોપી બળદેવને 8.58 કરોડ રૂપિયાના સોનાના સ્મગલિંગમાં ઝડપાયો હતો. આવી રીતે હાલ સુધીમાં કેટલો આર્થિક લાભ મેળવ્યો છે તેની તપાસ કરવાની છે. 

8) આરોપીના બેંક એકાઉન્ટ ડિટેઈલ મેળવીને તેમાં થયેલા ટ્રાન્જેક્શન બાબતે તપાસ કરવાની છે. 

9) આ ટોળકી સંગઠીત ટોળકી બનાવીને સોનાનું સ્મગલિંગ કરવાનું રેકેટ ચલાવે છે. જેથી આ આરોપીઓની સાથે કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ કરવાની છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget