શોધખોળ કરો
Ahmedabad : કેમ નવજાત બાળકીને માતાએ જ રસ્તા પર તરછોડી દીધી? શર્મસાર કરતાં આ બંને કિસ્સા વાંચીને ચોંકી જશો
બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા બંને શરીરસુખ પણ માણ્યું હતું. જોકે, આ શારીરિક સંબંધને કારણે યુવતી પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી અને તેમે બાળકીને જન્મ આપ્યો હતો.
અમદાવાદઃ શહેરમાં તાજેતરમાં જ તરછોડી દેવાયેલી નવજાત બાળકીને લઈને ચોંકાવનારો ધડાકો થયો છે, જે વાંચીને તમે પણ ફિટકાર વરસાવશો. પહેલા કિસ્સાની વાત કરીએ તો, શહેરની યુવતીને બીમાર માતાને હોસ્પિટલે લઈ જતા રીક્ષા ચાલક સાથે આંખો મળી ગઈ હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા બંને શરીરસુખ પણ માણ્યું હતું. જોકે, આ શારીરિક સંબંધને કારણે યુવતી પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી અને તેમે બાળકીને જન્મ આપ્યો હતો. અનૈતિક સંબંધથી જન્મેલી બાળકીને યુવતીની માતાએ રીક્ષા ચાલકને સોંપી દીધી હતી.
બીજી તરફ પોતાના અનૈતિકસંબંધો છૂપાવવા માટે રીક્ષા ચાલકે બાળકી મળી આવી હોવાનું તરકટ કરીને ફરિયાદ કરી હતી. જોકે, પોલીસ તપાસમાં રીક્ષા ચાલક જ બાળકીનો સગો પિતા નીકળ્યો હતો. પોલીસે રીક્ષા ચાલક અને તેની પ્રેમિકાની ધરપકડ કરી છે. આ કિસ્સામાં પણ અનૈતિક સંબંધને છુપાવવા નિર્દોષ બાળકીને ત્યજી દીધી હતી.
અન્ય એક કિસ્સાની વાત કરીએ તો શહેરના વેજલપુરની યુવતી પરણિત હોવા છતા તેમે અન્ય યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. યુવતીએ પ્રેમી સાથે શરીર સંબંધ પણ બાંધ્યા હતા. પતિ સાથે ઝઘડો થતાં આઠ મહિના પહેલા યુવતી વેજલપુર પિયર ખાતે આવી ગઈ હતી. જોકે, આ દરમિયાન તે પ્રેમીથી ગર્ભવતી હોવાની જાણ થઈ હતી.
જોકે, તે પતિ પાસે પરત જવા માંગતી હોવાથી બાળકના જન્મ પછી તેણે બાળકને તરછોડી દીધું હતું. જોકે, બાળકને તરછોડતા યુવતી સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોતાની બે દીકરી સાથે નવજાત દીકરીને ત્યજીને યુવતી જતી રહી હતી. જોકે, પોલીસ તપાસમાં યુવતીએ અનૈતિક સંબંધથી બાળકીનો જન્મ થયો હોય અને પતિ સાથે પરત જવું હોવાથી બાળકીનો ત્યાગ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. બાળકીને ત્યજી દેવાના કેસમાં પોલીસે યુવતી અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement