Land scam:અમિત ચાવડાએ સરકાર પર સાધ્યું નિશાન, તત્કાલીન કલેકટર સામે ફરિયાદ તો CM સાથે કેમ નહિ?
ગાંધીનગર: વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાના સરકાર પર પ્રહાર કર્યાં છે. ગાંધીનગરના તત્કાલીન કલેકટર એસ કે લાંગા પર થયેલી પોલીસ ફરિયાદ અંગે મીડિયા સમક્ષ વાત કરતા તેમણે સરકાર પર પ્રહાર કર્યો હતો.
ગાંધીનગર: વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાના સરકાર પર પ્રહાર કર્યાં છે. ગાંધીનગરના તત્કાલીન કલેકટર એસ કે લાંગા પર થયેલી પોલીસ ફરિયાદ અંગે મીડિયા સમક્ષ વાત કરતા તેમણે સરકાર પર પ્રહાર કર્યો હતો.
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ગાંધીનગરના તત્કાલીન કલેકટર એસ કે લાંગા પર થયેલી પોલીસ ફરિયાદ અંગે સરકાર પર પ્રહાર કર્યો હતા. ઉલ્લેખનિય છે કે, ગાંધીનગરના તત્કાલીન કલેકટર એસ કે લાંગા પર થયેલી પોલીસ ફરિયાદ અંગે વાત કરતા તમણે સરકાર પર નિશાન સાધ્યું હતું.
અમિત ચાવડાએ સરકાર પર સાધ્યું નિશાન
અમિત ચાવડાએ કહ્યું કે, ગાય અને હિંદુત્વના નામે સત્તા પર બેસેલા ભાજપના રાજમાં બિલ્ડર સાથે મીલીભગત ચાલે છે,મૂલસાણા ગામની પાંજરાપોળની જમીન આપવામાં આવી હતી,જમીનની કિંમત કરોડોની થતાં રાજકારણીઓ અને બિલ્ડરોએ ષડયંત્ર રચ્યું.કોઈપણ જાતની પ્રક્રિયા વગર ભડપટ્ટો રદ્દ કરવામાં આવ્યો.તમામ નીતિ નિયમો નેવે મૂકી કરોડો રૂપિયા કમાવવા કૌભાંડ કરવામાં આવ્યું.તત્કાલીન કલેકટર સામેની ફરિયાદ સાબિત કરે છે કે જમીનમાં કૌભાંડ થયું છે.કલેકટર, આરએસી અને ચીટનીશ અધિકારી શું એકલા આટલું મોટું કૌભાંડ થઈ શકે? સરકારની સીધી દેખરેખ અન3 મોનીટરીંગમાં મંજૂરી આપવામાં આવી.ઉપરની સૂચના મુજબ આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે. દરેક વખતે અભિપ્રાયમાં નિયમોનો ભંગ થતો હોવાનું કહેવામાં આવ્યું હતું.ગણોતિયાઓનો હક ડૂબે છે તેવું પણ કહેવામાં આવ્યું 2013થી 2020 સુધી આ મંજૂરી આપવામાં આવી.વિજયભાઈની સરકાર બાદ ભૂપેન્દ્રભાઇની સરકારમાં પણ નિયમોનો ભંગ થતો રહ્યો. ચૂંટણી સમયે ફંડ પણ લેવામાં આવ્યા,એગ્રીકલ્ચર ઝોનને નિયમો નેવે મૂકી વાણિજ્યિક ઝોન જાહેર કરાયો,સરકારની સુચના અને અધિકારીઓની દેખરેખ હેઠળ આ કૌભાંડ થયું છે, તેમણે વેધક સવાલ કરતા કહયું કે, પોલીસ ફરિયાદ તત્કાલીન કલેકટર અને અન્ય અધિકારી સામે થઈ છે.તત્કાલીન મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી, અધિકારીઓ સામે ફરિયાદ કેમ નથી થઈ ?તેમણે કહ્યું કે, ખોટું થયું તે સાબિત થયું છે તો જમીન મૂળ સ્થિતિમાં લાવો, 50 હાજર કરોડ કરતા વધુનું કૌભાંડ થયું છે હોવાની વાત અમિત ચાવડાએ મીડિયા સમક્ષ કરી હતી. સરકારે ગુજરાતની અને દેશની જનતાને શું ખોટું થયું છે તે જાહેર કરવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં આવી અનેક જમીનો છે,ગૌ પ્રેમીઓ, જીવદયા સંસ્થા અને હિન્દુ સંગઠનો પણ સરકાર પાસે જવાબ માંગે
હાઇકોર્ટ સુઓમોટો કરી, SITની રચના કરે તેવી પણ માંગણી અમિત ચાવડાએ કરી હતી. ઉપરાંત તત્કાલીન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મહેસુલ મંત્રી અને અધિકારીઓ સામે પણ પોલીસ ફરિયાદ થવી જોઈએ: