Crime News: બનાસકાંઠામાં ટ્યૂશને જતી સગીરા પર ગેસ્ટ હાઉસમાં ગુજારવામાં આવ્યો બળાત્કાર
Crime News: બનાસકાંઠાના ભાભરમાં સગીર વયની યુવતી ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ટ્યુશન ગયેલી યુવતી ભાભરના ફોર્ચ્યુન ગેસ્ટહાઉસમાંથી મળી આવી હતી.
Crime News: બનાસકાંઠાના ભાભરમાં સગીર વયની યુવતી ઉપર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ટ્યુશન ગયેલી યુવતી ભાભરના ફોર્ચ્યુન ગેસ્ટહાઉસમાંથી મળી આવી હતી. ફોર્ચ્યુન ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચાર્યની ફરિયાદ નોંધાઈ છે. સગીર વયની યુવતીના માતાએ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. ભાભર પોલીસે સુરજસિંહ રાઠોડ નામના યુવક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બળાત્કારની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. આરોપી સામે કડકમાં કડક પગલા લેવા લોકોએ માગ કરી છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈનેપણ સવાલો ઉઠી રહ્યા છે.
બાથરુમમાં પાડોશીએ લગાવ્યો સ્પાઈ કેમેરો
વેરાવળ શહેરના પોસ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બાથરૂમમાં સ્પાઈ કેમેરા ગોઠવવા મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
ગીરના વેરાવળ શહેરના 80 ફૂટ રોડ પર રહેતી એક મહિલાએ ગઈકાલ સાંજે વેરાવલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે તેમના મકાનની બાજુમાં નવું મકાન બનાવી રહેલા ગોપાલ વણીક નામના યુવાને મહિલાના બાથરૂમની જાળીમાં સ્પાઈ કેમેરો રાખ્યો હતો. જે બાદ વિકૃત માનસિકતા ધરાવતા આ શખ્સ સામે મહિલાએ ફરિયાદ દાખલ કરી હતી ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો
વેરાવળ પોલીસે સમગ્ર મામલે ગોપાલ વણીક નામના આ યુવાનની ધરપકડ કરી લીધી છે અને આ વિકૃત માનસિકતા ધરાવતા શખ્સનો મોબાઈલ કબજે કર્યો છે અને તેની આકરી પૂછપરછ હાથ ધરી છે. એવું પણ જાણવા મળ્યું હતું કે આ શખ્સ બાથરૂમની જાળીમાં ગોઠવેલો કેમેરો મહિલાએ જોઈ લીધા બાદ ભાંડો ફૂટ્યો અને તે કેમેરો ત્યાંથી લઈને આરોપી નાસી છૂટ્યો હતો. જો કે આ આખરે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ શખ્સની ધરપકડ કરી છે. હાલ પોલીસ આ મામલે પુછપરછ કરીને એ જાણવા પ્રયાસ કરી રહી છે કે કેટલા સમય પહેલા આ કેમેરો લગાવ્યો હતો. સ્પાઇ કેમેરા લગાવવા પાછળ શું શું હેતુ હતો. આ ઉપરાંત ભૂતકાળમાં આ યુવકે અન્ય કોઈ જગ્યાએ આવું કૃત્ય કર્યું છે કે નહી તેની તપાસ ચાલી રહી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial