Bilkis Bano Case: સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીએ ખુદને બિલકિસ બાનો કેસની સુનાવણીમાંથી કર્યા અલગ
સુપ્રીમ કોર્ટ મંગળવારે ગુજરાત રમખાણો પીડિતા બિલ્કિસ બાનોની અરજી પર સુનાવણી કરી શકી ન હતી. 2 જજની બેન્ચના સભ્ય જસ્ટિસ બેલા ત્રિવેદીએ સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા છે
Bilkis Bano Case Update: સુપ્રીમ કોર્ટ મંગળવારે ગુજરાત રમખાણો પીડિતા બિલકિસ બાનોની અરજી પર સુનાવણી કરી શકી ન હતી. 2 જજની બેન્ચના સભ્ય જસ્ટિસ બેલા ત્રિવેદીએ સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા છે. હવે આ મામલાની સુનાવણી અલગ બેંચમાં થશે.
બિલકિસે તેની સાથે ગેંગરેપના 11 દોષિતોને છોડાવવા અને તેના પરિવારના સભ્યોની હત્યાનો વિરોધ કર્યો હતો. આ મામલામાં સામાજિક કાર્યકર સુભાષિની અલી સહિત 4 લોકોની અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તેના પર ગુજરાત સરકારે પણ જવાબ દાખલ કર્યો છે.
SC judge Justice Bela M Trivedi recuses from hearing Bilkis Bano’s plea challenging early release of 11 convicts
— Press Trust of India (@PTI_News) December 13, 2022
ગુજરાત રમખાણો દરમિયાન, બિલકિસ બાનો રેપનો શિકાર બન્યા હતા અને તેમના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. રિવિઝન પિટિશન સિવાય, બાનોએ દોષિતોને નિર્દોષ છોડવાને પડકારતી એક અલગ અરજી દાખલ કરી હતી. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચ સમક્ષ 13 ડિસેમ્બરે સુનાવણી થવાની હતી.
આ પહેલાં સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારને 9 જુલાઈ, 1992ની નીતિ હેઠળ દોષિતોની સમય પહેલા મુક્તિ માટેની અરજી પર બે મહિનાની અંદર વિચારણા કરવા જણાવ્યું હતું. 15 ઓગસ્ટના રોજ દોષિતોને મુક્ત કરવા માટે આપવામાં આવેલી માફી સામેની તેમની અરજીમાં બાનોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સર્વોચ્ચ અદાલત દ્વારા નિર્ધારિત કાયદાની જરૂરિયાતોને સંપૂર્ણપણે અવગણીને આદેશ પસાર કર્યો હતો.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે,બિલ્કિસ બાનો કેસમાં દોષિતોની અકાળે મુક્તિએ સમાજના અંતરાત્માને આંચકો આપ્યો છે અને તેના પરિણામે દેશભરમાં વિરોધ થયો છે," અગાઉના ચુકાદાઓને ટાંકીને, અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સામૂહિક રુપથી છૂટની મંજૂરી નથી. ઉપરાંત, આ પ્રકારની રાહતની માંગ અથવા અધિકારના રુપમાં દરેક દોષિતના કેસની વ્યક્તિગત રીતે , તેમના ચોક્કસ તથ્યો અને ગુનામાં તેમની દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાના આધારે તપાસ કર્યા વિનામાફી આપી શકાતી નથી.
આ પણ વાંચોઃ
આ જિલ્લામાં ખાતર ખરીદ કેન્દ્રો પર લાગ્યા યુરિયા ખાતર નથીનાં બોર્ડ, કૃષિ મંત્રીને લખવામાં આવ્યો પત્ર