Raipur Crime News: છત્તીસગઢમાં પણ શ્રદ્ધા મર્ડર જેવી ઘટના, હત્યા બાદ યુવતીની બોડીને પેટ્રોલ છાંટી બાળી ફેંકી દીધી
Raipur Crime News: છત્તીસગઢમાં પણ શ્રદ્ધા હત્યાકાંડ જેવી જ ઘટના બની છે. હત્યા બાદ લાશને પેટ્રોલ છાંટીને 200 કિમી દૂર જંગલમાં ફેંકી દેવાઈ હતી.
![Raipur Crime News: છત્તીસગઢમાં પણ શ્રદ્ધા મર્ડર જેવી ઘટના, હત્યા બાદ યુવતીની બોડીને પેટ્રોલ છાંટી બાળી ફેંકી દીધી Chhattisgarh girl murdered crazy lover killed her girlfriend and threw her body in forest Raipur Crime News: છત્તીસગઢમાં પણ શ્રદ્ધા મર્ડર જેવી ઘટના, હત્યા બાદ યુવતીની બોડીને પેટ્રોલ છાંટી બાળી ફેંકી દીધી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/02/9f078204cd70188be0d583fa1e49d234166995520014081_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Raipur Crime News: છત્તીસગઢમાં પણ શ્રદ્ધા હત્યાકાંડ જેવી જ ઘટના બની છે. હત્યા બાદ લાશને પેટ્રોલ છાંટીને 200 કિમી દૂર જંગલમાં ફેંકી દેવાઈ હતી.છત્તીસગઢમાં પણ શ્રદ્ધા હત્યા કેસ જેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકે યુવતીની હત્યા કરી લાશને જંગલમાં ફેંકી દીધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
દિલ્હીમાં શ્રદ્ધા હત્યાની પીડાને લોકો ભૂલી શક્યા નથી કે, હવે છત્તીસગઢમાં આવો જ વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં તેના પાગલ પ્રેમી તેની પ્રેમિકાને રાયપુરથી 200 કિમી દૂર લઈ ગયો અને ઓરિસ્સામાં તેની હત્યા કરી, અને યુવતીની લાશને જંગલમાં ફેંકી દીધી. આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઓડિશા પોલીસ ટૂંક સમયમાં આનો ખુલાસો કરી શકે છે. આખરે, યુવકે યુવતીની શા કારણે હત્યા કરી દીધી.
વાસ્તવમાં તનુ કુરે કોરબા જિલ્લાની રહેવાસી છે. તે રાયપુરની એક ખાનગી બેંકમાં નોકરી કરતી હતી. દરમિયાન તેની ઓળખ બાલાંગિરના વેપારી સચિન અગ્રવાલ સાથે થઈ હતી. બંને વચ્ચેની ઓળખાણ ધીરે-ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ, પરંતુ તનુને ખબર નહોતી કે સચિન તેને મારી નાખશે. 21 નવેમ્બરના રોજ તનુનો ફોન સ્વીચ ઓફ હોવાથી પરિવારના સભ્યો તેની સાથે વાત કરી શક્યા ન હતા. ગભરાયેલા સંબંધીઓ રાયપુર પહોંચ્યા અને અહીંના પાંડરી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી.
જીવિત હોવાનો પુરાવો સંબંધીઓને બતાવ્યો
ખાસ વાત એ છે કે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ બાદ પણ સચિન તનુના પરિવારના સભ્યોના સંપર્કમાં રહ્યો હતો. તે પરિવારના સભ્યોને ખાતરી આપતો રહ્યો કે તનુ સાથે તે જલ્દીથી લગ્ન કરી લેશે, જો બાદ તેનો સ્ક્રીનશોટ પરિવારના સભ્યોને પણ બતાવવામાં આવ્યો હતો જેથી પરિવારના સભ્યોને લાગે કે તનુ જીવિત છે, પરંતુ સચિને તનુને ગોળી મારી હત્યા કરી દીધી અને તનુની લાશને બાલાંગિરના જંગલમાં પેટ્રોલ નાખીને ફેંકી દીધી. જેથી પોલીસ તેની ઓળખ કરી શકી ન હતી. અહીં ઓરિસ્સા પોલીસને તનુનો મૃતદેહ મળ્યો અને રાયપુર પોલીસ અને ઓરિસ્સા પોલીસ વચ્ચે સંપર્ક થયો. ત્યારબાદ પરિજનોએ લાશની ઓળખ કરી હતી.
રાયપુર પોલીસે ખુલાસો કર્યો હતો
રાયપુરના એસએસપી પ્રશાંત અગ્રવાલે હત્યા કેસ અંગે એબીપી ન્યૂઝને જણાવ્યું કે. યુવક યુવતી એકબીજાને પહેલાથી જ ઓળખતા હતા. થોડા દિવસો પહેલા યુવતીના પરિવારજનોએ પાંડરી પોલીસ સ્ટેશનમાં યુવતી ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, યુવક –યુવતી એકસાથે ઓડિશા ગયા હતા. ઓરિસ્સામાં ફરવા લઈ જવાના બહાને તેને યુવતીને મારી નાખી. આરોપી યુવક સાથે પૂછપરછમાં ખબર પડી કે, યુવતી તેના સિવાય બીજા કોઈને ડેટ કરી રહી હતી. તેથી જ તેણે હત્યાની વાત કહી છે. યુવતીનો મૃતદેહ ઓરિસ્સાના બાલાંગિરમાંથી મળી આવ્યો છે અને આરોપીની ઓરિસ્સા પોલીસે ધરપકડ કરી લીધી છે.યુવતીની લાશને પેટ્રોલ છાંટીને બાળી નાખવામાં આવતાં પોલીસ તેની ઓળખ કરી શકી ન હતી જો કે ત્યારબાદ પરિજનોએ લાશની ઓળખ કરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)