Chhotaudepur : ખૂદ સગીર પુત્રે પિતાને માથામાં દસ્તાના ઘા મારીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
નજીવી બાબતે તકરાર થતાં સગીર વયના પુત્રે પિતાની કરપીણ હત્યા કરવાની ઘટના સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં બની છે. પુત્રે જ પોતાના પિતાની હત્યા કરી છે.
નસવાડીઃ નજીવી બાબતે તકરાર થતાં સગીર વયના પુત્રે પિતાની કરપીણ હત્યા કરવાની ઘટના સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં બની છે. પુત્રે જ પોતાના પિતાની હત્યા કરી છે. આ પરિવારમાં કુલ 10 જેટલા સભ્યો હતા. ખેતી અને મજૂરી કરીને ઘર ગુજરાન ચલાવતા હતા. પરિજનોનું માનીએ તો આ પરિવારનો એક 15 વર્ષનો પુત્રને ગામની એક દુકાનમાં 40 રૂપિયા ચૂકવવાના બાકી હતા તે ચૂકવવા માટે પુત્રે ઘરમાંથી ખેતીમાં પાકેલ તુવેર વેચવા માટે લઈને જતા હતો.
દરમિયાન પિતાએ પુત્રને અટકાવયો, જેને લઇ 15 વર્ષનો પુત્ર આક્રોશમાં આવી પિતાને લોખંડની પરાઈથી પિતાના માથાના અને પીઠના ભાગમાં માર મારતા ઘટના સ્થળે જ પિતાનું મોત નિપજાવ્યું છે. ઘટનાને લઈ આરોપીના ના જ મોટાભાઈએ નસવાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મારનાર કિશોર કાયદાના સંઘર્ષમાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે, ગઈ કાલે સગા પુત્રે પિતાની હત્યા કરી નાંખી હતી. તુવેર વેચવા બાબતે પિતાએ ટોકતાં ઉશ્કેરાયેલા પુત્રે લોખંડનો દસ્તો મારીને હત્યા કરી નાંખી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
Rajkot : આપઘાતના આગલા દિવસે યુવકને સુધા-સાગરીતોએ આપી હતી ધમકી
રાજકોટઃ યુનિવર્સિટી રોડ પર ભીડભંજન સોસાયટીમાં રહેતા જય રાઠોડ નામના યુવકની આર્થિક ભીંસથી કંટાળીને ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી છે. જોકે, પરિવારજનોએ ડ્રગ પેડલર સુધાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. હાલમાં યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસના પ્રાથમિક નિવેદનમાં આર્થિક ભીંસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી.
પરિવારજનોના વિશેષ નિવેદનમાં આત્મહત્યા માટે મજબુર કરનાર વિરુધ્ધ ફરિયાદ નોંધાઇ શકે છે. સુધા રાજકોટમાં ડ્ગ્સનો વેપાર કરતી કુખ્યાત મહિલા છે. આત્મહત્યાના એક દિવસ પહેલા યુવકને મળી માથાકૂટ કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. જય રાઠોડને સુધા અને તેના સાગરીતોએ ધમકી આપી હતી. આપઘાત કરનાર જય રાઠોડના ભાઈ અને માતાએ ડ્રગ્સ પેડલર પર કર્યા આક્ષેપ. માતાએ રડતા રડતા કહ્યું પોલીસ અમને ન્યાય આપે.