Crime News : સુરતમાં પ્રેમી સાથે બેઠેલી યુવતીને કેળાના ખેતરમાં લઈ જઈ પાંચ શખ્સોએ ગુજાર્યું સામૂહિક દુષ્કર્મ
પુણા વિસ્તારમાં ગેંગરેપની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. દેવધ રોડ પર પર યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું છે. કેળાના ખેતરમાં લઇ જઇ ગેંગરેપ ગુજારવામાં આવ્યો છે.
સુરત : પુણા વિસ્તારમાં ગેંગરેપની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. દેવધ રોડ પર પર યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું છે. કેળાના ખેતરમાં લઇ જઇ ગેંગરેપ ગુજારવામાં આવ્યો છે. 5 અજાણ્યા બિહારી ભાષા બોલતા અજાણ્યા શખ્સોએ ગેંગરેપ કર્યો છે. યુવતી પોતાના પ્રેમી સાથે દેવધ રોધ પર બેસી હતી, ત્યાં 5 અજાણ્યા શખ્સો આવી પ્રેમી યુવક યુવતીને ધાક ધમકી આપી લઈ ગયા.
પહેલા યુવકના હાથ પગ બાંધી દીધા. ત્યાર બાદ યુવતીને કેળાના ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું. પુણા પોલીસે 5 અજાણ્યા શખ્સોની શોધખોળ આરંભી છે. પુણા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
Vadodara: ધો.9માં ભણતી વિદ્યાર્થીનીને બર્થ ડે હોવાનું કહી ફોસલાવીને વિધર્મી યુવક લઈ ગયો ઘરે, ને પછી....
Vadodara News: સંસ્કારી નગરી વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધો. 9માં ભણતી વિદ્યાર્થીનીને વિધર્મી યુવક બર્થ ડે હોવાનું કહીને ઘરે લઈ ગયો હતો. જે બાદ તેણે દુષ્કર્મ આચર્યું હતું. જેન લઈ સગીરાના પિતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શું છે મામલો
વડોદરામાં ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને તેના ઘરની નજીક ગેરેજમાં કામ કરતાં વિધર્મી યુવાન સાથે પરિચય થયો હતો. આરોપીએ સગીરા સાથે ફેસબુક પર મિત્રતા પણ કરી હતી. થોડા દિવસ પહેલા વિદ્યાર્થીની ટ્યુશનમાંથી છૂટ્યા બાદ આરોપી મોહીન પઠાણ સગીરાને તેનો બર્થ ડે હોવાનું કહી બાઈક પર બેસાડી ઘરે લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરા પર દુષ્કર્મ કર્યુ હતું અને ગળાના ભાગે બચકાં ભરીને ઈજા પણ પહોંચાડી હતી. સગીરાના પિતાની ફરિયાદ બાદ આરોપી મોહીનની પોલીસે ધરપકડ કરી હતી.
ભરૂચમાં આચાર્યએ વિદ્યાર્થીનીને નાપાસ કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ, જાણો વિગત
ભરૂચમાં ગુરૂ જ હેવાન બન્યો હોવાનો ઘૃણાસ્પદ કિસ્સો સપાટી પર આવતાં સમગ્ર પંથકમાં નરાધમ એવા સરસ્વતિ વિદ્યાલયનાં આચાર્ય સામે ઘૃણા અને ક્રોધની લાગણી ફેલાઈ ગઈ છે. નાપાસ કરવાની ધમકી આપતો ભરૂચની સરસ્વતિ વિધાલયમાં ધોરણ 10 માં ભણતી એક વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી શાળાનો આચાર્ય વારંવાર દુષ્કર્મ ગુજારતો હોવાનુ જાણવા મળી રહ્યું છે. માસૂમ વિદ્યાર્થિની આવાં શારીરિક ત્રાસથી બચવા માટે શાળાએ જવાની આનાકાની કરી રહી હતી . માસૂમ વિદ્યાર્થિનીની હાલત કોઇને કહેવાય નહિ કે સહેવાય નહીં એવી થઈ ગઈ હતી અને 30 ઓગસ્ટનાં રોજ આચાર્ય દ્વારા ફરી એકવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું .
આ ઉપરાંત તા 10 સપ્ટેમ્બરના રોજ આચાર્ય દ્વારા શારીરિક અડપલા કરાતાં વિદ્યાર્થીની એકદમ ગભરાઈ ગઈ હતી અને આચાર્યની કેબિનમાથી ગભરાઈને બહાર દોડી આવી હતી. જે બાદ તેણે પોતાની બહેનને ફૉન કરતા તે પણ દોડી આવી હતી. પોતાની બહેન પર થતાં શારીરિક અત્યાચાર અંગેની ચોંકાવનારી વિગતો જાણી હતી . આ અંગે વિદ્યાર્થિનીની માતાએ બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલિસ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 હજાર 221 નવા કેસ નોંધાયા છે અને 15 સંક્રમિતોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 47 હજાર 176 થઈ છે. કુલ 4 કરોડ 45 લાખ 580 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 165 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 215 કરોડ 26 લાખ 13 હજાર 049 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.