Crime News: હરિયાણા બાદ ઝારખંડમાં પોલીસકર્મીને ગાડી નીચે કચડી નાંખ્યા, વાહન ચેકિંગ દરમિયાન મહિલા ઈન્સ્પેક્ટર પર ચડાવી દીધી ગાડી
હરિયાણામાં ડીજીપીને ખાણ માફિયાએ કચડી નાંખ્યાની ઘટનાને 24 કલાક નથી થયા ત્યાં ઝારખંડમાં આવી ઘટના સામે આ છે. રાંચીમાં એક મહિલા ઈન્સ્પેક્ટરને કારે કચડી નાખતા કમકમાટી ભર્યુ મોત થયું હતું.
Jharkhand Crime News: હરિયાણામાં ડીજીપીને ખાણ માફિયાએ કચડી નાંખ્યાની ઘટનાને 24 કલાક નથી થયા ત્યાં ઝારખંડમાં આવી ઘટના સામે આ છે. રાંચીમાં એક મહિલા ઈન્સ્પેક્ટરને કારે કચડી નાખતા કમકમાટી ભર્યુ મોત થયું હતું. આ ઘટના ટુપુડાના ઓપી વિસ્તારના હુલહંડુની છે. અહીં વાહન ચેકિંગ દરમિયાન, 2018 બેચના નિરીક્ષક સંધ્યા ટોપનોને પ્રાણીઓથી ભરેલી પીકઅપ વાનના ડ્રાઇવરે કચડી નાંખ્યા હતા. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સમાચાર અનુસાર, આ ઘટના બુધવારે સવારે 3:00 વાગ્યે બની હતી. આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પોલીસને અગાઉથી માહિતી મળી હતી
મળતી માહિતી મુજબ, સિમડેગા પોલીસને એક પીકઅપ વાનમાં પશુઓની તસ્કરી માટે લઈ જવાની માહિતી મળી હતી. જે બાદ સિમડેગાના બસિયા પોલીસ સ્ટેશને પીકઅપ વાનનો પીછો કરીને તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. તે જ સમયે પોલીસને પીછો કરતી જોઈને ડ્રાઈવર વાહન લઈને ભાગવા લાગ્યો હતો. જે બાદ સ્થળ પર હાજર અધિકારીઓએ કામદરા પોલીસને વાહન અંગે જાણ કરી હતી.
માહિતી મળ્યા બાદ પોલીસે અહીં બેરિયર લગાવીને ડ્રાઈવરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અહીં પણ તે પોલીસને ચકમો આપીને બેરિયર તોડી નાસી છૂટ્યો હતો. આ પછી તે તોરપા પોલીસ અને ખુંટી પોલીસને પણ ચકમો આપવામાં સફળ રહ્યો હતો. જે બાદ સિમડેગા પોલીસે આ અંગે રાંચી પોલીસને જાણ કરી હતી.
If someone is crushing police personnel on duty, it'll be murder only...Department should have sent enough force when they received info (about cattle being transported). She was the eldest of all, we lost her... Culprits should be punished: Ajit Topno, brother of Sandhya Topno https://t.co/C4S3eeP9yB pic.twitter.com/xI9cO9ZSWn
— ANI (@ANI) July 20, 2022
મહિલા ઈન્સ્પેક્ટરને કચડી નાંખ્યા
જેના પર રાંચી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ખુંટી રાંચી બોર્ડરના તુપુદાના ઓપી વિસ્તારના હુલહંડુ પાસે ચેકિંગ કર્યું. આ દરમિયાન લગભગ 3 વાગ્યે એક પીકઅપ વાન ખૂબ જ ઝડપથી આવતી જોવા મળી હતી. ચેકિંગ પોસ્ટ પર હાજર સબ ઇન્સ્પેક્ટર સંધ્યા ટોપનોએ વાહન રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ડ્રાઈવર મહિલા ઈન્સ્પેક્ટર પર વાહનમાં ચઢી ભાગી ગયો હતો. આ દરમિયાન ઈન્સ્પેક્ટર સ્થળ પર આવી ગયો. જ્યારે વાહન ચાલક ત્યાંથી વાહન લઈને ભાગવા લાગ્યો હતો.