(Source: ECI/ABP News/ABP Majha)
Delhi એરપોર્ટ પરથી 27 કરોડની કાંડા ઘડિયાળ અને 28 કરોડનું બ્રેસલેટ જપ્ત, એકની ધરપકડ
કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા દિલ્હી એરપોર્ટ પર સાત લક્ઝરી કાંડા ઘડિયાળોની દાણચોરીના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
Expensive Watches Seized In Delhi: કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા દિલ્હી એરપોર્ટ પર સાત લક્ઝરી કાંડા ઘડિયાળોની દાણચોરીના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે તેની પાસેથી મળી આવેલી ઘડિયાળમાંથી એક હીરા જડેલી સોનાની છે અને તેની કિંમત 27.09 કરોડ રૂપિયા છે.
ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટના કસ્ટમ્સ કમિશનર ઝુબેર રિયાઝ કામલીએ જણાવ્યું હતું કે કિંમતની દ્રષ્ટિએ, આ કોમર્શિયલ અથવા લક્ઝરી સામાનની સૌથી મોટી જપ્તી છે. તે સોનાની જપ્તી સમાન છે." એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આરોપી મુસાફર મંગળવારે દુબઈથી અહીં પહોંચ્યો હતો, તેને કસ્ટમ વિભાગના અધિકારીઓએ અટકાવ્યો હતો. આરોપી ભારતીય નાગરિક છે. નિવેદનમાં જણાવાયું છે કે વિગતવાર તપાસ અને તેના સામાનની વ્યક્તિગત શોધ દરમિયાન સાત કાંડા ઘડિયાળો મળી આવી હતી.
આ ઘડિયાળો- જેકબ એન્ડ કંપની , પિગેટ લાઈમલાઈટ સ્ટેલા, રોલેક્સ ઓયસ્ટર પર્પેચ્યુઅલ ડેટ જસ્ટ કંપનીની છે. જેકબ એન્ડ કંપનીની એક ઘડિયાળની કિંમત 27.09 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
હાઈ-પ્રોફાઇલ ક્લાયન્ટ્સને આપવાનો હતો આ સામાનઃ
દિલ્હી કસ્ટમ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઘડિયાળો સિવાય, પેસેન્જર પાસેથી હીરા જડિત સોનાનું બ્રેસલેટ જેની કુલ કિંમત 28.17 કરોડ રૂપિયા છે અને એક iPhone 14 Pro (256 GB) પણ મળી આવ્યો છે. ઘડિયાળો જપ્ત કર્યા બાદ મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. કસ્ટમ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આરોપી પ્રવાસી અને તેના કાકાનો દુબઈમાં મોંઘી ઘડિયાળોનો શોરૂમ છે, જેની સંયુક્ત આરબ અમીરાત (UAE)માં અન્ય સ્થળોએ પણ બ્રાન્ચ છે.
દિલ્હી કસ્ટમ્સ ઝોનના ચીફ કમિશનર સુરજીત ભુજબલે જણાવ્યું હતું કે, "દિલ્હી એરપોર્ટ પરના સતર્ક કસ્ટમ અધિકારીઓએ ભારે ટ્રાફિક દબાણ હોવા છતાં આ કાર્યવાહની સફળ બનાવી હતી."દિલ્હીની આ સામાન આપવા માટે આરોપી મુસાફર એક ફાઈવ સ્ટાર હોટલમાં મળવાનો હતી, જે ગુજરાતની હોવાનું કહેવાય છે. જોકે ગ્રાહક તેને મળવા પહોંચ્યો ન હતો. હજુ સુધી આરોપીએ ગ્રાહકનું નામ જાહેર કર્યું નથી અને કહ્યું કે તેને પોતાના જીવનો ડર છે. દિલ્હી કસ્ટમ્સ ઝોનના ચીફ કમિશનર સુરજીત ભુજબલે જણાવ્યું હતું કે, "દિલ્હી એરપોર્ટ પરના સતર્ક કસ્ટમ અધિકારીઓએ ભારે ટ્રાફિક દબાણ હોવા છતાં આ (જપ્તી) શક્ય બનાવ્યું હતું."