શોધખોળ કરો

Crime News: ગીગોલોનું કામ અપાવવાના બહાને છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ, જાતીય શક્તિ વધારવાની ગોળીઓ સહિત મળી ચોંકાવનારી વસ્તુઓ

Delhi Crime News: કોલ સેન્ટરમાંથી 12 મોબાઈલ ફોન, Paytm એપ્લિકેશન ચલાવવા માટે વપરાતો એક એન્ડ્રોઈડ ફોન, પીડિતોની વિગતો અને તેમના વ્યવહારો રાખવા માટે વપરાતી 16 નોટબુક મળી.

Crime News: આઉટર નોર્ધન ડિસ્ટ્રિક્ટ સાયબર સેલે ગીગોલોનું કામ અપાવવાના બહાને છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ રોહિણી વિસ્તારમાં કોલ સેન્ટર ચલાવીને છેતરપિંડી આચરતા હતા. પોલીસે ટોળકીના લીડરની ધરપકડ કરી છે, જ્યારે નકલી કોલ સેન્ટરમાં ટેલીકોલર તરીકે કામ કરતી આઠ છોકરીઓ સામે કાયદેસરની કાર્યવાહી માટે નોટિસ મોકલી છે. મુખ્ય સૂત્રધાર દિલ્હી યુનિવર્સિટીનો ગ્રેજ્યુએટ છે અને ઘણા કોલ સેન્ટરમાં કામ કરી ચૂક્યો છે. પ્રાથમિક તપાસમાં પચાસથી વધુ લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જિલ્લા નાયબ પોલીસ કમિશનર બ્રિજેન્દ્ર સિંહે માહિતી આપી હતી કે કોલ સેન્ટરમાંથી 12 મોબાઈલ ફોન, Paytm એપ્લિકેશન ચલાવવા માટે વપરાતો એક એન્ડ્રોઈડ ફોન, પીડિતોની વિગતો અને તેમના વ્યવહારો રાખવા માટે વપરાતી 16 નોટબુક, કર્મચારીની હાજરી નોંધણી અને કામ કરવા માટે સુખપાવર નામની ટેબલેટની 05 બોટલ અને સ્પ્રેની 05 બોટલો મળી આવી છે. આ સિવાય પોલીસે લગભગ 68 હજાર રૂપિયાના ટ્રાન્ઝેક્શનમાં ઉપયોગમાં લેવાતા Paytm એકાઉન્ટને ફ્રીઝ કરી દીધું છે.

શું છે મામલો

પોલીસ અધિકારીએ જણાવ્યું કે સમયપુર બદલીના રહેવાસી સુમીતે 2 જૂને સાયબર સેલમાં છેતરપિંડીની ફરિયાદ કરી હતી. તેણે જણાવ્યું કે તેને એક યુવતીનો ફોન આવ્યો હતો. જેણે તેને ગીગોલો કામ અપાવવાના બહાને આપી તેની પાસેથી 70 હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી. આરોપીઓએ તેની સાથે રજીસ્ટ્રેશન, બુકિંગ અને એડવાન્સના નામે છેતરપિંડી કરી હતી.

સાયબર સેલે કેસ નોંધીને ઈન્સ્પેક્ટર રમણ કુમાર સિંહના નેતૃત્વમાં તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન, પોલીસે છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાયેલા Paytm એકાઉન્ટને શોધી કાઢ્યું અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા સેક્ટર 1 રોહિણીમાં એક ઘર પર દરોડો પાડ્યો. જ્યાં નકલી કોલ સેન્ટર ચાલતું હતું. જેમાં જાતીય શક્તિ વધારતી ગોળીઓ અને સ્પ્રેના વેચાણની સાથે સાથે તેની આડમાં લોકોને ગીગોલો સેવામાં જોડાવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા હતા.

યુવક પાસેથી શું શું મળ્યું

પોલીસે કોલ સેન્ટર ચલાવતા અમન વિહારના રહેવાસી મહેતાબની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે મહેતાબે નકલી કોલ સેન્ટર ચલાવવા માટે આઠ મહિલા ટેલીકોલરની નિમણૂક કરી હતી. તે જસ્ટ ડાયલ અને પોર્નોગ્રાફિક વેબસાઇટ્સ પર પોતાની જાહેરાત કરતો હતો. તપાસ બાદ પોલીસે જણાવ્યું કે ગેંગસ્ટર જુલાઈ 2021થી આ નકલી કોલ સેન્ટર ચલાવી રહ્યો હતો. તેના દ્વારા તે સમગ્ર ભારતમાં લોકોને છેતરતો હતો. મહેતાબ દિલ્હી યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ છે. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન દરમિયાન પોતાનો અભ્યાસ છોડી દીધો અને સિવિલ સર્વિસ પરીક્ષાઓની તૈયારી કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેણે કેટલાક કોલ સેન્ટરમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેણે જાતીય શક્તિની ગોળીઓ અને ઓર્ગેઝમ પાવર સ્પ્રે વેચવા માટે નકલી કોલ સેન્ટર ચલાવવાનું શરૂ કર્યું. જેમાં તેણે ગીગોલો સર્વિસમાં કામ અપાવવાના બહાને છેતરપિંડી શરૂ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Surendranagar News: લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Heart Attack: હાર્ટ એટેકના ખતરાથી તમને બચાવશે આ 5 ચીજો, દરરોજ ખાવાથી થશે અનેક ફાયદા
Heart Attack: હાર્ટ એટેકના ખતરાથી તમને બચાવશે આ 5 ચીજો, દરરોજ ખાવાથી થશે અનેક ફાયદા
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Vadodara News । વડોદરાના આજવાના નિમેટા રોડ પર સર્જાયો અકસ્માતBhavnagar News । ભાવનગરમાં અસામાજિક તત્વોનો આંતક યથાવત, વડવા વોશિંગ ઘાટમાં બે શખ્સોએ કરી તોડફોડJunagadh News । જૂનાગઢના વંથલીના રવની ગામે ડબલ મર્ડરથી મચી ગયો ચકચારAmreli News । અમરેલીના લીલીયામાં થયેલ લૂંટનો કેસ ગણતરીની કલાકોમાં ઉકેલાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Surendranagar News: લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 25થી વધુ લોકોની તબિયત લથડી
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Rajkot: રાજકોટમાં દિલીપ સંઘાણીનું કરાયું સ્વાગત, કહ્યું ‘જયેશ રાદડિયાની જીત લોકતંત્રની જીત છે’
Heart Attack: હાર્ટ એટેકના ખતરાથી તમને બચાવશે આ 5 ચીજો, દરરોજ ખાવાથી થશે અનેક ફાયદા
Heart Attack: હાર્ટ એટેકના ખતરાથી તમને બચાવશે આ 5 ચીજો, દરરોજ ખાવાથી થશે અનેક ફાયદા
Reliance Capital: હિન્દુજા ગ્રુપની થઈ રિલાયન્સ કેપિટલ, ઈરડાએ આપી મંજૂરી
Reliance Capital: હિન્દુજા ગ્રુપની થઈ રિલાયન્સ કેપિટલ, ઈરડાએ આપી મંજૂરી
Accident: કચ્છના લાકડીયા-ચિત્રોડ વચ્ચે ગમખ્વાર અકસ્માત, માતા-પુત્રના થયા ઘટના સ્થળે જ મોત
Accident: કચ્છના લાકડીયા-ચિત્રોડ વચ્ચે ગમખ્વાર અકસ્માત, માતા-પુત્રના થયા ઘટના સ્થળે જ મોત
જંક ફૂડથી ઓછી ઉંમરમાં મોતનો ખતરો!, હાવર્ડ રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
જંક ફૂડથી ઓછી ઉંમરમાં મોતનો ખતરો!, હાવર્ડ રિસર્ચમાં થયો ડરામણો ખુલાસો
Mother's Day 2024: પ્યારી મા સાથે જુઓ આ મૂવીઝ અને સીરિઝ, યાદગાર બની જશે દિવસ
Mother's Day 2024: પ્યારી મા સાથે જુઓ આ મૂવીઝ અને સીરિઝ, યાદગાર બની જશે દિવસ
Embed widget