Ex CEO Arrested: ICIC બેન્કના પૂર્વ CEO ચંદા કોચર અને પતિની લોન ફ્રોડ મામલે ધરપકડ, જાણો શું છે સમગ્ર કૌભાંડ
2018ના ઓક્ટોબરમાં ચંદા કોચરે ICICI બેંકમાંથી રાજીનામું આપ્યું હતું. તેના પર લોનના બદલામાં ફાયદો ઉઠાવવાનો આરોપ હતો.
2018ના ઓક્ટોબરમાં ચંદા કોચરે ICICI બેંકમાંથી રાજીનામું આપ્યું હતું. તેના પર લોનના બદલામાં ફાયદો ઉઠાવવાનો આરોપ હતો.
CBIએ ICICI બેંકના ભૂતપૂર્વ CEO અને MD ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી છે. વિડિયોકોન ગ્રુપને આપવામાં આવેલ 3,250 કરોડ રૂપિયાની લોનના કથિત તથા અનિયમિતતાઓથી જોડાયેલ આ કેસ માટે કોચર દંપતી સામે કાર્યવાહી કરવામાં આવી છે. જણાવી દઈએ કે 59 વર્ષીય ચંદા કોચરે ઓક્ટોબર 2018માં ICICI બેંકમાંથી રાજીનામું આપી દીધું હતું. આખરે શું છે આ સમગ્ર બાબત અને શા માટે આ બાબત બંનેની ધરપકડ સુધી પહોંચ્યો?
શું છે સમગ્ર બાબત ?
1 મે, 2009ના રોજ ICICI બેંકના CEO બન્યા બાદ, ચંદા કોચરે વીડિયોકોન ગ્રુપના પ્રમોટર વેણુગોપાલ ધૂતની કંપનીઓ માટે અનુચિત રીતે લોન મંજૂર કરી હતી. સીઈઓ બન્યાના બે વર્ષ બાદ તેમને 2011માં પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ચંદા કોચરે વીડિયોકોનને લગભગ 3250 કરોડ રૂપિયાની લોન આપી હતી. જ્યારે ધૂતે ચંદા કોચરના પતિ દીપક કોચરને તેમના બિઝનેસમાં ફાયદો કરાવ્યો હતો. કેસમાં નોંધાયેલી એફઆઈઆર અનુસાર, વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વીડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વીડિયોકોન ગ્રૂપ સાથે સંકળાયેલી અન્ય ચાર કંપનીઓને જૂન 2009 થી ઑક્ટોબર 2011 વચ્ચે રૂ. 1,875 કરોડની 6 લોન મંજૂર કરવામાં કથિત અનિયમિતતાઓની જાણ મળી હતી. સીબીઆઈનો આરોપ છે કે વીડિયોકોન જૂથને આપવામાં આવેલી આ લોનને એક સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ચંદા કોચર પણ સામેલ હતા. એજન્સીનું કહેવું છે કે ચંદા કોચરે પોતાના સત્તાવાર પદનો દુરુપયોગ કર્યો હતો અને વિડીયોકોનને લોન મંજૂર કરવા માટે તેણીના પતિ વેણુગોપાલ ધૂત પાસેથી ગેરકાયદેસર/અયોગ્ય લાભ મેળવ્યો હતો.
2016માં શરૂ થઈ હતી સમગ્ર બાબત
તપાસમાં જાણવા મળ્યું કે, ઓક્ટોબર 2016માં આ શરૂ થયું હતું. અરવિંદ ગુપ્તા ICICI બેંક અને વીડિયોકોન ગ્રુપ બંનેમાં રોકાણકાર હતા. તેમણે લોન આપવા માટે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે ચંદા કોચરે વર્ષ 2012માં વીડિયોકોન ગ્રુપના નામે 3,250 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી હતી. આરોપ છે કે આ લોનના બદલામાં, કંપનીએ NuPower રિન્યુએબલ્સ સાથે સોદો કર્યો હતો, જેની માલિકી ચંદા કોચરના પતિ દીપક કોચરની હતી. ત્યારબાદ ગુપ્તાએ વડાપ્રધાન, આરબીઆઈ અને અન્ય કેટલાક અધિકારીઓને પત્ર લખીને તેની તપાસની માંગ કરી હતી. પરંતુ તે સમયે તેની ફરિયાદ પર કોઈએ ધ્યાન આપ્યું ન હતું.
2019માં FIR નોંધાઈ
આ બાબતમાં ભારે વિવાદ થયા બાદ ચંદા કોચરે 4 ઓક્ટોબર 2018ના રોજ પોતાનું પદ છોડી દીધું હતું. 22 જાન્યુઆરી, 2019ના રોજ, CBIએ ચંદા કોચર, દીપક કોચર, અને વેણુગોપાલ ધૂત અને તેમની કંપનીઓ વિરુદ્ધ છેતરપિંડી અને ભ્રષ્ટાચાર માટે FIR નોંધાઈ હતી. EDએ ચંદા અને તેના પતિની રૂ. 78.15 કરોડની રોકડ અને જંગમ મિલકતો જપ્ત કરી હતી.