Crime News: પોરબંદરમાં પાણીની લાઈન નાખવા મુદ્દે થયેલી બબાલમાં ખેડૂતની હત્યા
Crime News: પોરબંદર નજીકના બરડા પંથકના બખરલા ગામે બે ખેડૂતો વચ્ચે ચાલી રહેલ સામાન્ય પાણીની લાઈન નાખવાના ઝઘડામાં એક ખેડૂતે કરેલા ફાયરીંગમાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું,

Crime News: પોરબંદર નજીકના બરડા પંથકના બખરલા ગામે બે ખેડૂતો વચ્ચે ચાલી રહેલ સામાન્ય પાણીની લાઈન નાખવાના ઝઘડામાં એક ખેડૂતે કરેલા ફાયરીંગમાં પ્રૌઢનું મોત નિપજ્યું હતું, જ્યારે તેના ભત્રીજાને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફાયરીંગની ઘટનાના પગલે નાના એવા બખરલા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. બનાવની જાણ થતાં બગવદર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને આગળની તપાસ સારું કરી હતી.
પોરબંદરના બખરલા ગામે ખેતર ધરાવતા ખીમભાઈ ગીગાભાઈ ખૂટી સહિત અન્ય ખેડૂતોને નજીકમાં આવેલ જરમાંથી સિંચાઈ માટે પાણી મેળવવું હતું. પાણી મેળવવા માટે ઝરથી ખેતર સુધી પાણીની પાઇપલાઇન નાખવા માટે આ ખેડૂતો દ્વારા નેરી ખોદવામાં આવી હતી, આ નેરી ખીમભાઈ ગીગાભાઈ ખુટીને ખેતર પાસે આવેલ પડતર જમીનમાં ખોદવામાં આવી હતી. જે બાબતે તેમના શેઢા પાડોશી ખેડૂત અરજન નરબત ખુટીને વાંધો હોવાથી તેણે ખોદેલ નેરીને જેસીબી વડે સવારે બુરી નાખી હતી.
આ ઘટના બાદ ખીમભાઈ ખૂટી કિશોર ખૂટી સહિત ખેડૂતો અરજન નરબત ખુટીને ખેતરે સમજવવા ગયા હતા જ્યાં અરજન નરબત ખૂટી અને આ ખેડુતો વચ્ચે બોલાચાલી થયા બાદ અરજન નરબત ખૂટીએ ૪ થી ૫ જેટલા રાઉન્ડ ફાયરીગ કર્યા હતા. જેમાં કીશોર માલદે ખુટીને પ્રથમ પગના ભાગે ગોળીઓ લાગતા તે ત્યાંજ પડી ગયો હતો તો ત્યારબાદ ખીમભાઈ ગીગાભાઈ ખુટીને છાતીના ભાગે એક ગોળી લાગતા તે પણ ત્યાં લોહી લુહાણ હાલતમાં ગબડી પડ્યા હતા. ફાયરીગ થતા અન્ય ખેડૂતો ત્યાંથી નાસી છૂટ્યા હતા.આરોપી અરજન કાર લઇને ફરાર થયાના સમાચાર પોરબંદર જીલ્લા પોલીસને મળતા તાત્કાલિકા ડીવાયએસપીના આદેશથી જીલ્લામાં નાકા બંધી કરી હતી. આરોપી ગુનાહીત ઇતિહાસ ધરવતો હતો. આરોપીનો જીવના જોખમે પોરબંદર પોલીસે પીછો કરી દબોચી લીધો હતો.
તારિખ ૧૯ મે ના રોજ બનેલ આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ કિશોર માલદે ખૂટી અને ખીમભાઈ ગીગાભાઈ ખુટીને સારવાર માટે ૧૦૮ ની મદદથી પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ખીમભાઈ ગીગાભાઈ ખુટીને મૃત જાહેર કરતા. તેમના મૃતદેહને પી.એમ માટે પી.એમ રૂમમાં ખસેડવામાં આવ્યો હતો, તો કિશોર માલદે ખુટીને પગના ભાગે ગોળી લાગતા તેમને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ધટનાનો આરોપી અરજનની ધરપકડ કરી પોલીસે કોર્ટેમાં રજુ કરી રીમાન્ડ સહિતની કાયવાહી હાથ ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
