Firing: પાટણના આ ગામમાં યુવકે કર્યું અંધાધૂંધ ફાયરિંગ, બે લોકોની હાલત નાજુક
પાટણ: હારીજ તાલુકાના દુનાવાડા ગામે ફાયરીંગની ઘટના સામે આવી છે. એક યુવાન દ્વારા 5થી વધુ રાઉન્ડ ફાયરીગ કરવામાં આવ્યું છે. દુનાવાડા ગામે થયેલ ફાયરીગની ઘટનામાં 3 લોકોને ઇજાઓ પહોંચી છે.
પાટણ: હારીજ તાલુકાના દુનાવાડા ગામે ફાયરીંગની ઘટના સામે આવી છે. એક યુવાન દ્વારા 5થી વધુ રાઉન્ડ ફાયરીગ કરવામાં આવ્યું છે. દુનાવાડા ગામે થયેલ ફાયરીગની ઘટનામાં 3 લોકોને ઇજાઓ પહોંચી છે. દુનાવાડા ગામનાં જ યુવાને 5 થી વધુ રાઉન્ડ ફાયરીગ કરતા ત્રણ લોકો ઘાયલ થયા છે. જેમાંથી બે લોકોની હાલત નાજુક હોવાની વાત સામે આવી છે. દુનાવાડામા ફાઈરીગની ઘટના ઘટતા સમગ્ર ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દુનાવાડા ગામે ફાઈરીગની ઘટના બનતા dysp સહિત સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યાર બાદ ફાયરિંગ કરનાર આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાતના યુવકનું આફ્રિકામાં અપહરણ
રાજકોટ: શહેરના યુવાનનું આફ્રિકામાં અપહરણ થયું છે. જે બાદ આફ્રિકન કીડનેપર્સે યુવાનના પિતાને ખંડણી માટે ફોન કર્યો હતો. રૂપિયા દોઢ કરોડની માંગ કરતા યુવાનના પિતાએ રાજકોટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના દ્વાર ખખડાવ્યા હતા. રાજકોટ શહેર પોલીસે આફ્રિકા પોલીસનો સંપર્ક સાધી યુવાનને હેમખેમ છોડાવ્યો હતો. કીડનેપર્સ દ્વારા છેલ્લે રૂપિયા 30 લાખના સેટલમેન્ટ સાથે યુવાનને છોડવા તૈયાર થયા હતા. જો કે, લોકેશનના આધારે આફ્રિકન પોલીસે કીડનેપર્સને રૂપિયા 30 લાખ સાથે દબોચી ગુન્હો દાખલ કર્યો હતો. રાજકોટથી આફ્રિકા ગયેલ યુવાન હેમખેમ વતન પરત ફરતા પરિવારે હાંશકારો અનુભવ્યો હતો. રાજકોટના 80 ફૂટ રોડ પર રહેતા કેયૂર પ્રફુલભાઈ મલ્લીનું અપહરણ થયું હતું. કેયુર આફ્રિક ના જોનીસબર્ગમાં બિઝનેસ ટુર માટે ગયો હતો.
દેશની સૌથી પ્રદુષિત નદીઓમાં સાબરમતી બીજા સ્થાને
અમદાવાદ: ગુજરાતમાં સાબરમતી-ભાદર સહિત કુલ ૧૩ નદીઓ પ્રદૂષિત હોવાનો અહેવાલ સામે આવ્યો છે. પ્રદૂષણ અટકાવવા કરોડોનો ખર્ચ છતાં સ્થિતિમાં સુધારો જોવા મળ્યો નથી. સાબરમતી નદીમાં રાયસણથી વૌઠા સુધી પટ્ટમાં બાયોકેમિકલ ડિમાન્ડ સૌથી વધુ ચિંતાજનક ૨૯૨ નોંધાઇ. CPCB ના રિપોર્ટ પ્રમાણે સાબરમતી નદી સૌથી પ્રદુષિત નદી સાથે બીજા નંબરે છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. Cpcb ના રિપોર્ટ પ્રમાણે સાબરમતી નદી બીજા નંબરની પ્રદુષિત નદી છે. આપણા માટે આ શરમની વાત છે. યમુનાના પ્રદુષણને લઈને અરવિંદ કેજરીવાલને ભાજપ બદનામ કરતું હતું. ખેડુતોના બોર પર મીટર મુકવાની જગ્યાએ સાબરમતીને શુદ્ધ કરવાનો એકશન પ્લાન બનાવો તેવી વાત આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કરી હતી.
ભાદર ૧ સિંચાઈની નહેરમાં કેમિકલ યુક્ત પાણી અને જમીન પ્રદૂષિત કરવાનો મામલો પણ ગરમાયો છે. ભાદર નદીના પ્રદુષણ અંગે ખુદ રાજકોટ જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતાએ સવાલ ઉઠાવ્યા છે. આ અંગે તેમણે સિંચાઈ મંત્રી કુંવરજી બાવળીયાને પત્ર લખ્યો છે. કેમિકલ માફિયાઓના કારણે ભાદર 1 ડેમની નહેરમાં પાણી પ્રદુષિત હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ખેતીના ઉભા પાકને નુકશાન થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.