Gandhinagar : ફોઇના દીકરાએ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધી બનાવી દીધી ગર્ભવતી ને પછી તો.....
ગાંધીનગરમાં ફોઈનાં દીકરાએ સગીરા પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દીધી હોવાની ઘટના આવતા ચકચાર મચી ગઈ છે. ગર્ભવતી સગીરાની ચૂપચાપ ડીલીવરી કરાવી નવજાત બાળકીને ત્યજી દીધી હતી.
ગાંધીનગરઃ ગાંધીનગરમાં ફોઈનાં દીકરાએ સગીરા પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દીધી હોવાની ઘટના આવતા ચકચાર મચી ગઈ છે. ગર્ભવતી સગીરાની ચૂપચાપ ડીલીવરી કરાવી નવજાત બાળકીને ત્યજી દીધી હતી. સાંતેજ પોલીસ મથકમાં ફુઈ-ફુવા, તેના દીકરા અને તેની પત્ની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાંચે ગુપ્તરાહે તપાસ આદરી સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કર્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, ઉનાલી ગામે વાડામાં ખુલ્લી જગ્યામાંથી નવજાત બાળકી ત્યજેલી હાલતમાં મળી આવી હતી. લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ગુપ્તરાહે તપાસ હાથ ધરતાં ફોઇનાં દીકરાએ જ સગીરા સાથે શારીરિક સંબંધો બાંધતા ગર્ભવતી થઈ ગઈ હોવાનો ખુલાસો થયો હતો. ગર્ભવતી સગીરાની ફોઈ અને તેના દીકરા તેમજ તેની પત્નીએ ચૂપચાપ ડીલીવરી કરાવીને નવજાત બાળકીને ત્યજી દીધી હતી.
ત્રણ દિવસ અગાઉ ઉનાલી ગામમાં વાડાની ખુલ્લી જગ્યામાંથી નવજાત બાળકી મળી આવી હતી. આ અંગે પોલીસને તપાસમાં બાતમી મળી હતી કે, બાળકીને ત્યજી દેનાર માતા રાચરડા ગામે એક ફાર્મ હાઉસનાં મકાનમાં રહે છે. એલસીબીની ટીમ સ્થળ પર તપાસ કરતાં બાળકીને જન્મ આપનાર સગીરા હોવાનો ખુલાસો થયો હતો. તેમજ ખૂદ ફોઇના દીકરાએ તેને ગર્ભવતી બનાવી દીધી હોવાનો પણ ખુલાસો થયો હતો. સગીરા નાનપણથી તેની ફોઇના ઘરે કલોલના ઉનાલી ગામે રહીને અભ્યાસ કરતી હતી.
પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે, છેલ્લા દોઢેક વર્ષથી ફોઇનો પરણિત દીકરો લલચાવી ફોસલાવીને શારીરક સંબંધો બાંધતો હતો. આ સંબંધથી સગીરાને ગર્ભ રહી ગયો હતો. ગત 28મી ફેબ્રુઆરીએ સગીરાને પેટમાં દુખાવો થતાં ચૂપચાપ ડીલીવરી પણ કરાવી હતી. બાદમાં નવજાત બાળકીને લઈને ફોઇ પોતાની સાથે લઈ ગયા હતા અને નવજાત બાળકીને ઉનાલી ગામે વાડામાં તરછોડી દીધી હતી. આ પછી સગીરાને તેના માતા-પિતા પાસે મૂકી આવ્યા હતા.