Gujarat Crime : પરણીત યુવકને અન્ય યુવતી સાથે બંધાયા શારીરિક સંબંધ, પત્ની આડખીલી બનતા કર્યું એવું કે....
બનાસકાંઠામાં લફરાબાજ પતિએ પત્નીની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પરણીત યુવકને અન્ય યુવતી સાથે લફરું થઈ ગયું હતું.
Gujarat Crime : બનાસકાંઠામાં લફરાબાજ પતિએ પત્નીની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પરણીત યુવકને અન્ય યુવતી સાથે લફરું થઈ ગયું હતું. આ આડાસંબંધ એટલા આગળ વધી ગયા હતા કે, પ્રેમિકાને પામવા માટે યુવકે પત્નીનું જ ઢીમ ઢાળી દીધું હતું. એટલું જ નહીં, પત્નીની હત્યા પછી તેને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે હત્યાનો ભેદ ઉકેલીને લફરાબાજ પતિને જેલ હવાલે કરી દીધો છે.
આ અંગેની વિગતો એવી છે કે, બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડાના નોદોત્રા ગામમાં ઠોકરવાસમાં રહેતા પરણીત યુવકને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હતા. આ પ્રેમસંબંધમાં પત્ની આડખીલી બનતી હોવાથી તેણે તેનો કાંટો કાઢી નાંખવાનું નક્કી કર્યું હતું. જે પ્રેમાણે ગત ચોથી ઓક્ટોબરે પત્નીની હત્યા કરી નાંખી હતી અને પછી ગરબા જોઇ પરત આવતા પત્નીનું અકસ્માતમાં મોત થયું હોવાનું ઉપજાવી કાઢ્યું હતું.
આ અંગે પોલીસે અકસ્માતે મોનો ગુનો નોંધીને તપાસ કરતાં પરણીતાનું અકસ્માતે મોત નહીં પરંતુ હત્યા થઈ હોવાનું ખૂલ્યું હતું. પોલીસ તપાસમાં જ પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. દાંતીવાડા પોલીસે આરોપીની અટકાયત કરી હત્યામાં વપરાયેલ હથિયાર કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ: LCBને મોટી સફળતા મળી છે, બાતમીના આધારે LCBએ 250 કિલો ગાંજો કારમાંથી ઝડપી પાડ્યો છે. ગાંજાનો જથ્થો એક નવી કારમાં જ મળી આવ્યો હતો. જે મળીને કુલ 40 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે. હાલ ઘટનામાં કાર ચાલક ફરાર છે. આ ગાંજો સુરત તરફ જતા હાઇવે પર પકડાયો છે. આ મામલે પોલીસે 40 લાખનો મુદ્દા માલ જપ્ત કરીને તપાસ હાથ ધરી છે.
Jamnagar: નેવી ઇન્ટેલિજન્સનો સપાટો, જામનગરમાંથી ઝડપી પાડ્યું કરોડો રૂપિયાનું ડ્રગ્સ
જામનગર: રાજ્યમાં ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત છે. છેલ્લા ઘણા સમયથી પોલીસની સક્રીયતાના કારણે મોટી માત્રામાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થઈ રહ્યો છે.
જામનગર: રાજ્યમાં ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત છે. છેલ્લા ઘણા સમયથી પોલીસની સક્રીયતાના કારણે મોટી માત્રામાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થઈ રહ્યો છે. જામનગરમાંથી રૂપિયા 6 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. નેવી ઇન્ટેલિજન્સ દ્વારા ડ્રગ્સ જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. મુંબઈથી જામનગર શહેરમાં આવેલા શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.
જામનગરના શરૂ સેક્શન રોડ પર રાત્રિના સમયે આરોપી નેવી ઇન્ટેલિજન્સની ઝપટે ચડ્યો હતો. જો કે, જામનગર જિલ્લા પોલીસ આ ઓપરેશનથી અજાણ રહી હતી. નેવી ઇન્ટેલિજન્સે દ્રગ્સ માફિયાઓનો રેકેટના પર્દાફાશ કરવામાં આવ્યો છે. જામનગરના શરૂ સેકશન વિસ્તારમાંથી એક શખ્સને કરોડોની કિંમતના 10 કિલો એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. ડ્રગ્સની હેરાફેરીમાં અન્ય 3 શખ્સોની સંડોવણી હોવાનું બહાર આવતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મુંબઈમાં આ વ્યક્તિના ઘરેથી મળી આવી 227 કરોડની નકલી ચલણી નોટો
સુરત: કામરેજ પોલીસ દ્વારા 25.80 કરોડની નકલી ચલણી નોટો ઝડપવાના મામલે હવે મોટો ખુલાસો થયો છે. આ કડીમાં મુંબઇથી વધુ ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે. તો બીજી તરફ મુખ્ય ભેજાબાજ વિકાસ જૈન અને તેના 2 સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી છે. જો કે, સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મુંબઇમાં તપાસ દરમિયાન વિકાસ જૈનના ઘર અને ગોડાઉનમાંથી બીજા 227 કરોડની નકલી ચલણી નોટો ઝડપાઇ છે.
227 કરોડ પેકીની 67 કરોડની ચલણી નોટો બંધ થઈ ગયેલી જૂની 1000 અને 500ના દરની નોટ પણ મળી આવી છે. વિકાસ જૈનએ દિલ્હી, ઇન્દોર, રાજકોટ, અમદાવાદ, સુરત અને બેંગ્લોરમાં માણસ રોકી ઓફીસ ખોલી હતી. વિકાસ જૈને 41.50 લાખ કમિશન પેટે તેમજ રાજકોટના વેપારી રવિ પરસાણા પાસે 1.60 કરોડ પડાવ્યા હતા. મુંબઇમાં 7થી વધુ લોકો ભોગ બન્યા હોવાની પોલીસ પાસે વિગત આવી છે.