Hyderabad News: હૈદરાબાદમાં યુવતીનું અપહરણ કરીને, હોટેલમાં લઈ ગયા બંને યુવકો, બે દિવસ સુધી ગુજાર્યુ દુષ્કર્મ
હૈદરાબાદમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. સગીર યુવતીનું બે યુવકો દ્વારા અપહરણ કરીને બે હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.
Hyderabad News: હૈદરાબાદમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. સગીર યુવતીનું બે યુવકો દ્વારા અપહરણ કરીને બે હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.
હૈદરાબાદમાં બે યુવકો દ્વારા એક સગીર યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેઓ તેને બે હોટલમાં લઈ ગયા હતા અને સતત બે દિવસ સુધી તેના પર સામૂહિક રેપ કર્યો હતો. પોલીસે બંને યુવકોની ધરપકડ કરી છે.
પોલીસે માહિતી આપી છે કે, યુવક યુવતીને સુજના ઈન અને થ્રી કેસલ હોટલમાં લઈ ગયો હતો. પોલીસને હોટલના સીસીટીવી ફૂટેજમાં આના પુરાવા મળ્યા છે. વધુ તપાસ હાથ ધરી છે. હોટેલના રૂમમાંથી ફોરેન્સિક સેમ્પલ પણ લેવામાં આવ્યા છે જ્યાં તેણે યુવતી સાથે એક-એક રાત વિતાવી હતી.
યુવતીનું કારમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું
Hyderabad | 2 men arrested for taking a minor to hotels & raping her for 2 days
— ANI (@ANI) September 15, 2022
"They took her in their car after she stepped out of her home, proceeded to OYO hotels&sexually assaulted her. We apprehended them without delay.They'll be produced before court tomorrow," Police say pic.twitter.com/hskPsX39hc
પોલીસે જણાવ્યું કે એક આરોપીનું નામ નઈમથ છે, જે 26 વર્ષનો છે અને બીજા આરોપીનું નામ સૈયદ રબીશ છે, જે 20 વર્ષનો છે. બંને આરોપીઓ સામે ગેંગ રેપ અને POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અન્ડર સેક્સ્યુઅલ ઓફેન્સ) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મંગળવારે, બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેની 14 વર્ષની પુત્રી સોમવારે મોડી સાંજે દવા ખરીદવા માટે નીકળી હતી અને મોડી રાત સુધી ઘરે પરત ન આવી. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે તેણીને કારમાં લઈ જવામાં આવી હતી તે પછી અપહરણનો કેસ નોંધવામાં આવ્યો હતો.
બુધવારે, પોલીસને માહિતી મળી હતી કે, યુવતીને શહેરના ચોક્કસ સ્થળે છોડી દેવામાં આવી હતી, જ્યાંથી તેને બચાવી લેવામાં આવી હતી. જે બાદ બે શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી અને યુવતીને કાઉન્સેલિંગ, મેડિકલ અને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી હતી. પોલીસ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
'યુવતીને પીણું પીવડાવ્યું અને ઈન્જેક્શન અપાયું'
બાળકીની માતાએ આરોપ લગાવ્યો છે કે તેની પુત્રીને માદક દ્રવ્યો ખવડાવવામાં આવ્યા હતા અને બેભાન અવસ્થામાં તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. જણાવ્યું હતું કે, પુત્રીને કોઈ ડ્રગ્સનું ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું અને બળાત્કાર પહેલા બંને યુવકોએ તેને કોઈ નશીલા પીણું પણ પીવડાવ્યું હતું.
આરોપી, રબીશ, હાઈસ્કૂલ ડ્રોપ આઉટ, સાઉદી અરેબિયામાં ઓપ્ટિકલ સ્ટોર ચલાવતો હતો, જ્યાંથી તે આ માર્ચમાં ઘરે પાછો ફર્યો હતો. મળતી માહિતી મુજબ, યુવતી પ્રાથમિક શાળા પછી શાળા છોડી દીધી હતી અને તે તેના પડોશમાં રહેતા રબીશને ઓળખતી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી છે અને યુવતીના તપાસ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.