આ જાણીતા શહેરમાં ઘરની બહાર લોખંડની પેટીમાંથી ત્રણ બહેનોના મૃતદેહ મળતાં ચકચાર, જાણો વિગતે
ગુમ થયેલી છોકરીઓ વિશે માહિતી મળ્યા બાદ, પોલીસ રવિવારે મોડી રાત્રે ઘટનાસ્થળે આવી હતી અને સ્થાનિક લોકો સાથે છોકરીઓની શોધ કરી હતી, પરંતુ કોઈનો પત્તો લાગ્યો ન હતો.
Crime News: જલંધરથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સોમવારે સવારે, પઠાણકોટ હાઇવે પર પડતા કાનપુર વિસ્તારમાં ત્રણ બહેનોના મૃતદેહ તેમના ઘરની બહાર લોખંડની પેટીમાંથી મળી આવ્યા હતા. ત્રણેય બહેનો રવિવારથી ગુમ હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન એક સનસનીખેજ ખુલાસો થયો છે. એસએસપી જલંધર દેહત મુખવિંદર સિંહ ભુલ્લરે જણાવ્યું કે, ગરીબીના કારણે છોકરીઓના માતા-પિતાએ તેમને ઝેરી પદાર્થ ખવડાવ્યો અને પેટીમાં બંધ કરી દીધી. પૂછપરછ દરમિયાન બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસે બંને સામે 302નો ગુનો નોંધ્યો છે. આરોપી દંપતીને વધુ બે બાળકો છે.
પોલીસે સ્થાનિક લોકોની સાથે શોધખોળ કરી છતાં કોઈ ભાળ ન મળી
ગુમ થયેલી છોકરીઓ વિશે માહિતી મળ્યા બાદ, પોલીસ રવિવારે મોડી રાત્રે ઘટનાસ્થળે આવી હતી અને સ્થાનિક લોકો સાથે છોકરીઓની શોધ કરી હતી, પરંતુ કોઈનો પત્તો લાગ્યો ન હતો. વિસ્તારના લોકોનો આરોપ છે કે યુવતીના પિતા ડ્રગ્સના બંધાણી છે. તે દારૂના નશામાં હતો અને તેણે આ હત્યાઓ કરી હતી. છોકરીઓની ઉંમર 4 થી 9 વર્ષની વચ્ચે છે.સવારે લોકોએ ઘરની બહાર એક પેટી પડેલી જોઈ હતી. લોકોએ પેટી ક ખોલીને જોતા અંદરથી ત્રણેય છોકરીઓની લાશ મળી આવી હતી
મળતી માહિતી મુજબ કાનપુર ગામમાં રહેતા એક પરપ્રાંતિય મજૂર અને તેની પત્ની રવિવારે કામ પર ગયા હતા. તેમની ત્રણ પુત્રીઓ અમૃતા કુમારી (9), સાક્ષી (7), કંચન (4) ઘરમાં એકલી હતી. રાત્રે લગભગ 8 વાગે યુવતીના પરિવારજનો ઘરે પહોંચ્યા ત્યારે ત્રણેય યુવતીઓ ઘરે ન હતી, ત્યારબાદ પરિવારજનોએ બાળકોની શોધખોળ શરૂ કરી હતી. પોલીસને લગભગ 11 વાગ્યે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ એસપી મનપ્રીત ધિલ્લોન, ડી.એસ.પી. કરતારપુર બલબીર સિંહ અને મકસુદન પોલીસ સ્ટેશનના એસએચઓ સિકંદર સિંહ પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી.
પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં સચ્ચાઈ આવી સામે
પોલીસને મામલો શંકાસ્પદ લાગતાં કડકાઈથી પૂછપરછ કરી. આ દરમિયાન તેણે જણાવ્યું કે તેણે અને તેની પત્નીએ સવારે દૂધમાં ઝેરી પદાર્થ મેળવીને ત્રણેયને પીવડાવી મારી નાંખી હતી અને પેટીમાં બંધ કરી દીધી હતી. પોલીસના કહેવા મુજબ દંપત્તિની આર્થિક સ્થિતિ સારી નહોતી, જેના કારણે આ પગલું ભર્યુ હતું.