(Source: ECI/ABP News/ABP Majha)
Jamnagar : દરેડ પાસે યુવતીને યુવકે જાહેરમાં જ મારી દીધી ગોળી, કોણે અને કેમ મારી ગોળી?
પરપ્રાંતિય યુવતી પર બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. દેશી કટ્ટા વડે ફાયરિંગ કરાયું હતું. યુવતીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે.
જામનગરઃ દરેડ નજીક એક યુવતી પર ફાયરિંગ થવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પરપ્રાંતિય યુવતી પર બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. દેશી કટ્ટા વડે ફાયરિંગ કરાયું હતું. યુવતીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે. ઈજાગ્રસ્ત યુવતીની માતાનું નિવેદન સામે આવ્યું છે.
પુત્રી આરાધનાના લગ્ન ઇન્દોર સ્થિત યુવક સથે થયા હતા. લગ્નજીવન સુમેળ ભર્યું ના ચાલતા યુવતી હાલ પિયરમી હતી. દરેડ ખાતે રૂમમાં રહેતી યુવતી પર જમાઈ મિથુને ફાયરીંગ કર્યાનો ઈજાગ્રસ્ત યુવતીની માતાનો આક્ષેપ છે. જોકે, પોલીસ મામલાની તપાસ કરી રહી છે. હાલ યુવતીની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
Surat : પતિએ કુકર મારીને પત્નીની કરી નાંખી હત્યા, કારણ જાણીને જાણીને ચોંકી જશો
સુરતઃ શહેરના અમરોલી વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. અમરોલી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પત્નીને કુકર મારી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. 6 વર્ષના લગ્ન ગાળાનો કરુણ અંજામ આવ્યો છે.
માથામાં કુકર મારી પતિ જ પત્નીને હોસ્પિટલ લઈ ગયો હતો. પત્નીને બ્રેઇન હેમરેજ થતા મોત થયું હતું. હોસ્પિટલ સ્ટાફને શંકા જતા પોલીસને બોલાવાઈ. પોલીસે તપાસ કરતા હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પતિની અમરોલી પોલીસે ધરપકડ કરી છે. હત્યાનો ગુન્હો નોંધી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
બોલો, અમદાવાદમાં ACPનો જ 40 હજારનો ફોન ચોરાઈ ગયો, કોણ છે આ ACP ? ACP રીવરફ્રન્ટ પર શું કરતા હતા ને ચોરાયો ફોન ?
અમદાવાદઃ અમદાવાદમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં શહેરમાં ફરજ બજાવતા એસીપીનો ફોન ચોરાઈ ગયો છે. એસીપીનો 40 હજાર રૂપિયાનો ફોન ચોરાઈ જતાં ચકચાર મચી છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ગોમતીપુર હેડ ક્વાર્ટરના એસીપી આર. આર. સરવૈયાનો ફોન ચોરાઈ ગયો છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે એસીપી સરવૈયા રિવરફ્રન્ટ પર સાયકલિંગ કરવા ગયા હતા. સાયકલિંગ કર્યા પછી સાયકલ જમા કરાવતી વખતે ચોર 40 હજારનો ફોન ચોરી ગયો હોવાની ખબર પડી હતી. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે.