શોધખોળ કરો

મેટ્રિમોનિયલ સાઇટ પર આદિત્ય પટેલ બની 100થી વધુ મહિલાઓનું શોષણ કરનાર કરીમ છીપાની ધરપકડ

Karim Chipa arrest Kadi: કડીના બેરોજગાર મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી વિધવા અને છૂટાછેડા લીધેલી મહિલાઓને લવ જેહાદમાં ફસાવી; નકલી ઓળખપત્રો અને 8,000થી વધુ અંગત ફોટો-વીડિયો મળ્યા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કડીમાં હિંદુ નામ ધારણ કરી મહિલાઓને ફસાવતા ઠગ ઝડપાયો.
  • 'આદિત્ય પટેલ' બની ૧૦૦થી વધુ મહિલાઓનું શોષણ કરતો.
  • નકલી દસ્તાવેજો જપ્ત, લવ જેહાદ ગેંગ જોડાણની શંકા તપાસ.

Karim Chipa arrest Kadi: ગુજરાતના મહેસાણા જિલ્લાના કડીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં મહિલા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે મેટ્રિમોનિયલ સાઇટ પર હિન્દુ નામ ધારણ કરી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતા એક શાતિર ઠગ કરીમ રફીક છીપા (સિપાઈ)ની ધરપકડ કરી છે. આરોપી પોતાનું નકલી નામ 'આદિત્ય પટેલ' જણાવીને જીવનસાથીની શોધમાં રહેતી નિર્દોષ હિન્દુ મહિલાઓને, ખાસ કરીને વિધવા અને છૂટાછેડા લીધેલી મહિલાઓને ટાર્ગેટ કરતો હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે તેણે અત્યાર સુધીમાં 100થી વધુ મહિલાઓ સાથે પ્રેમનો નાટક કરી તેમનું શારીરિક અને આર્થિક શોષણ કર્યું છે. પોલીસે આરોપી પાસેથી નકલી ઓળખપત્રો અને હજારોની સંખ્યામાં મહિલાઓના અંગત ફોટો-વીડિયો જપ્ત કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

'આદિત્ય પટેલ' બનીને મહિલાઓનો વિશ્વાસ જીતતો હતો

પોલીસ કસ્ટડીમાં રહેલો કડીનો રહેવાસી કરીમ છીપા સોશિયલ મીડિયા અને મેટ્રિમોનિયલ સાઇટ્સ પર ખૂબ સક્રિય હતો. તે મહિલાઓને પોતાને મોટો બિઝનેસમેન અને MBA ભણેલો હોવાની ખોટી ઓળખ આપતો હતો. એટલું જ નહીં, મહિલાઓની સહાનુભૂતિ મેળવવા માટે તે પોતાની પત્નીનું અવસાન થયું હોવાના ખોટા મેડિકલ સર્ટિફિકેટ પણ બતાવતો હતો. સાઇટ પર સંપર્ક થયા પછી તે મહિલાઓને મોંઘી ગિફ્ટ આપીને અને તેમની વધુ પડતી કાળજી રાખીને પોતાની પ્રેમજાળમાં ફસાવતો હતો. એકવાર મહિલાઓ તેના પર સંપૂર્ણ વિશ્વાસ કરી લે, એટલે તે નવો ધંધો શરૂ કરવાના બહાને તેમની પાસેથી મોટી રોકડ રકમ અને વાહનો પડાવી લેતો હતો.

મોબાઈલમાંથી મળ્યો વાંધાજનક ડેટા અને નકલી દસ્તાવેજો

મહિલા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કરીમ તદ્દન બેરોજગાર હતો અને માત્ર પૈસા કમાવવા તેમજ લવ જેહાદના ઈરાદાથી આ આખું નેટવર્ક ચલાવતો હતો. પોલીસને તેના મોબાઈલ ફોનમાંથી 20થી વધુ મહિલાઓની પ્રોફાઈલ અને અલગ-અલગ મહિલાઓના આશરે 8,000થી વધુ અંગત પળોના ફોટો અને વીડિયો મળી આવ્યા છે, જેનો ઉપયોગ તે બ્લેકમેલિંગ માટે કરતો હોવાની આશંકા છે. આ સિવાય, હિન્દુ મહિલાઓને છેતરવા માટે તેણે આદિત્ય પટેલના નામે નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ જેવા બોગસ સરકારી દસ્તાવેજો પણ બનાવ્યા હતા, જે પોલીસે જપ્ત કર્યા છે.

આ પણ વાંચોઃ રાજકોટના ઉપલેટામાં શરમજનક ઘટના: વિદ્યાર્થિની સાથે અડપલાં કરનાર લંપટ શિક્ષકની અટકાયત

ઓર્ગેનાઈઝ્ડ ગેંગની આશંકા, અન્ય આરોપીઓની શોધખોળ શરૂ

છેલ્લા 1 વર્ષથી આ કાળા કારોબારને અંજામ આપનાર કરીમ સિપાઈને મહિલા પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ ભેગો કરવાનો આદેશ આપ્યો છે. પોલીસને શંકા છે કે આ આરોપી લવ જેહાદ ચલાવતી કોઈ મોટી ઓર્ગેનાઈઝ્ડ ગેંગ સાથે જોડાયેલો હોઈ શકે છે. તેના આ નકલી દસ્તાવેજો બનાવવામાં અન્ય કયા લોકોએ મદદ કરી હતી, તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. મહિલા પોલીસે આ કેસમાં સંડોવાયેલા અન્ય વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાત પોલીસની સાયબર માફિયાઓ પર મોટી સ્ટ્રાઈક, 2289 કરોડનું કૌભાંડ અને 638 ધરપકડ

Frequently Asked Questions

મહેસાણા જિલ્લાના કડીમાંથી કોની ધરપકડ કરવામાં આવી છે?

મહેસાણા જિલ્લાના કડીમાંથી કરીમ રફીક છીપા (સિપાઈ)ની ધરપકડ કરવામાં આવી છે. તે મેટ્રિમોનિયલ સાઇટ પર હિન્દુ નામ ધારણ કરી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતો હતો.

આરોપી કયું નકલી નામ ધારણ કરતો હતો અને કોને ટાર્ગેટ કરતો હતો?

આરોપી 'આદિત્ય પટેલ' નામ ધારણ કરતો હતો. તે ખાસ કરીને વિધવા અને છૂટાછેડા લીધેલી નિર્દોષ હિન્દુ મહિલાઓને ટાર્ગેટ કરતો હતો.

આરોપી મહિલાઓને કેવી રીતે છેતરતો હતો?

તે પોતાને મોટો બિઝનેસમેન કે MBA જણાવી, મોંઘી ગિફ્ટ આપીને વિશ્વાસ જીતતો. પછી નવો ધંધો શરૂ કરવાના બહાને તેમની પાસેથી મોટી રોકડ રકમ અને વાહનો પડાવી લેતો હતો.

પોલીસને આરોપી પાસેથી શું મળ્યું છે?

પોલીસને આરોપીના મોબાઈલમાંથી 8,000થી વધુ અંગત ફોટો-વીડિયો મળ્યા છે. 'આદિત્ય પટેલ' નામના નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ જેવા દસ્તાવેજો પણ જપ્ત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget