શોધખોળ કરો

ગુજરાત પોલીસની સાયબર માફિયાઓ પર મોટી સ્ટ્રાઈક, 2289 કરોડનું કૌભાંડ અને 638 ધરપકડ

cyber crime strike: 'ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0' અંતર્ગત 638 ભેજાબાજોની ધરપકડ, 913 ડમી ખાતાઓ સીઝ; બેંક ફ્રોડ રોકવા હવે RBI લેશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાત પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર માફિયાઓ સામે કાર્યવાહી કરી.
  • ઓપરેશન મ્યૂલ હન્ટ હેઠળ ૨૨૮૯ કરોડના ફ્રોડનો પર્દાફાશ.
  • ૬૩૮ સાયબર ગુનેગારોની ધરપકડ, ૯૧૩ બેંક ખાતાઓ ફ્રીઝ.
  • ATM અને ચેક ઉપાડમાં નોંધપાત્ર ઘટાડો, AI થી સુરક્ષા વધશે.

cyber crime strike: આજના ડિજિટલ યુગમાં મોબાઈલ પર માત્ર એક નાનકડી ક્લિક કરાવીને લોકોના આખા બેંક એકાઉન્ટ ખાલી કરી દેતા આંતરરાષ્ટ્રીય સાયબર માફિયાઓ સામે ગુજરાત પોલીસે લાલ આંખ કરી છે. સાયબર ફ્રોડનો શિકાર બનતા સામાન્ય લોકોને બચાવવા અને આવા ગઠિયાઓના નેટવર્કને મૂળમાંથી ઉખાડી ફેંકવા માટે રાજ્ય પોલીસે એક મોટી ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. આ ઐતિહાસિક કાર્યવાહીથી સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. આ મહા-અભિયાનથી લોકોને વિશ્વાસ બેઠો છે કે ડિજિટલ યુગમાં પણ તેમના નાણાં સુરક્ષિત રહી શકે છે. ચાલો જાણીએ આ ઓપરેશનથી કેવી રીતે કરોડો રૂપિયાનું કૌભાંડ પકડાયું અને ગુનેગારો કેવી રીતે ઝડપાયા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા 'ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0' (Operation Mule Hunt 1.0) ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત પોલીસે ડેટા ઇન્ટેલિજન્સ અને અલગ-અલગ બેંકો સાથે મળીને રિયલ ટાઈમ કામગીરી કરી અને આશરે 2289 કરોડ રૂપિયાના તોતિંગ આર્થિક ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આખા રાજ્યમાં સપાટો બોલાવીને 565 FIR નોંધી છે અને 638 જેટલા રીઢા સાયબર ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ગઠિયાઓ પોતાની કાળી કમાણી છુપાવવા માટે જે 913 જેટલા શંકાસ્પદ અને ડમી બેંક ખાતાઓનો (મ્યૂલ અકાઉન્ટ્સ) ઉપયોગ કરતા હતા, તેને પણ ફ્રીઝ કરીને તેમની આર્થિક કમર તોડી નાખી છે.

પોલીસની આ આકરી કાર્યવાહીની સીધી અને હકારાત્મક અસર હવે દેખાવા લાગી છે. પરિણામ સ્વરૂપ, રાજ્યમાં ગેરકાયદેસર રીતે ATM માંથી થતા ઉપાડમાં 66 ટકા અને ચેક દ્વારા થતા ઉપાડમાં 80 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. આટલેથી ન અટકતા, સાયબર સુરક્ષાને વધુ અભેદ્ય બનાવવા માટે હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદ લેવા જઈ રહી છે. નવી AI ટેકનોલોજી દ્વારા દરેક ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને તેના જોખમ પ્રમાણે વર્ગીકૃત કરાશે અને શંકાસ્પદ ખાતાઓની વિગતો તરત જ શેર કરી શકાય તે માટે 'mulehunter.ai' નામની રજીસ્ટ્રી પણ શરૂ કરી દેવાઈ છે.

આ પણ વાંચોઃ ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી

દેશના 100 કરોડથી વધુ ઇન્ટરનેટ યુઝર્સની સુરક્ષા માટે ગુજરાત પોલીસનું આ પગલું આખા દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જ્યારે ડિજિટલ કનેક્ટિવિટી પહોંચી ગઈ છે, ત્યારે પોલીસની આ સ્માર્ટ તપાસે સાબિત કરી દીધું છે કે કાયદો હવે આવા ગુનેગારો કરતા બે ડગલાં આગળ છે. ડિજિટલ ગઠિયાઓ માટે આ એક સ્પષ્ટ સંદેશ છે કે ગુજરાતમાં પ્રજાના પરસેવાની કમાણીનો એક-એક રૂપિયો સંપૂર્ણપણે સુરક્ષિત છે.

Frequently Asked Questions

સાયબર ફ્રોડને રોકવા માટે ગુજરાત પોલીસે કયું ઓપરેશન ચલાવ્યું?

ગુજરાત પોલીસે 'ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0' નામનું અભિયાન ચલાવ્યું. આ ઓપરેશન સાયબર ફ્રોડનો શિકાર બનતા લોકોને બચાવવા માટે હાથ ધરાયું હતું.

ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 હેઠળ કેટલા કરોડના આર્થિક કૌભાંડનો પર્દાફાશ થયો?

આ અભિયાન અંતર્ગત આશરે 2289 કરોડ રૂપિયાના તોતિંગ આર્થિક ફ્રોડનો પર્દાફાશ થયો છે. આ કાર્યવાહીથી સાયબર ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

આ ઓપરેશનમાં કેટલા ગુનેગારો પકડાયા અને કેટલા એકાઉન્ટ ફ્રીઝ થયા?

પોલીસે 638 જેટલા રીઢા સાયબર ગુનેગારોને જેલ ભેગા કર્યા છે. આ ઉપરાંત, ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતા 913 જેટલા શંકાસ્પદ બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે.

પોલીસની કાર્યવાહીની શું અસર જોવા મળી છે?

પોલીસની કાર્યવાહીને કારણે ગેરકાયદેસર ATM ઉપાડમાં 66% અને ચેક દ્વારા થતા ઉપાડમાં 80% ઘટાડો નોંધાયો છે. આનાથી લોકોનો વિશ્વાસ વધ્યો છે કે તેમના પૈસા સુરક્ષિત રહી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Embed widget