(Source: ECI/ABP News/ABP Majha)
Kheda : યુવતીને પતિના શેઠ સાથે બંધાયા શરીર સંબંધ, બંને ખેતરની ઓરડીમાં માણી રહ્યાં હતાં શરીર સુખ ને બહારથી લગાવી દેવાયું તાળું........
મહુધાના શંકરપુરામાં યુવતી પતિના શેઠ સાથે ઓરડીમાં રંગરેલિયા માણતાં પકડાઇ જતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ પ્રેમી યુગલને બીજા કોઈ નહીં, પરંતુ તેમના પરિવાર દ્વારા જ ઝડપી લેવામાં આવ્યા હતા.
ખેડાઃ મહુધાના શંકરપુરામાં યુવતી પતિના શેઠ સાથે ઓરડીમાં રંગરેલિયા માણતાં પકડાઇ જતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ પ્રેમી યુગલને બીજા કોઈ નહીં, પરંતુ તેમના પરિવાર દ્વારા જ ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગેની વિગતો એવી છે કે, પ્રેમિકા યુવતી અને યુવક બંને પરણીત છે. યુવતીનો પતિ યુવતીના પ્રેમીને ત્યાં વેલ્ડર તરીકે નોકરી કરતો હતો. દરમિયાન યુવતીને પતિના શેઠે ફોન કરી પ્રપોઝ કર્યું હતું. જોકે, આ અંગે પત્નીએ પતિને ફરિયાદ કરી દીધી હતી. જેથી પતિએ શેઠને ઠપકો આપ્યો હતો અને આ પછી નોકરી છોડી દીધી હતી.
દરમિયાન યુવતીએ પુત્રને જન્મ આપ્યો હતો. બાળક બીમાર રહેતું હોવાથી પતિ શેઠ પાસે બાકીના પગારની માંગણી કરતો હતો. જોકે, શેઠ યુવકની લાચારીનો ફાયદો ઉઠાવતો હતો અને દવાખાને સાથે લઈ જાય તો જ પૈસા આપીશ તેવી જીદ કરતો હતો. બીજી તરફ દીકરાની માંદગીના સમયે શેઠ અને યુવતી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જેને ભાંડો એક દિવસ ફૂટી જતાં પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.
જેથી યુવતી છ મહિનાના દીકારીને મૂકી પિયર જતી રહી હતી. અંતે સોમવારે પુત્રવદૂને તેડી લાવવાનું કરાયું હતું. જોકે,આ પહેલા જ યુવતી પ્રેમી સાથે રંગરેલિયા માણતાં ઝડપાઇ ગઈ હતી. આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. સોમવારે સવારે ખૂદ શેઠની પત્નીએ યુવતીના પતિને ફોનથી જાણકારી આપી હતી કે, પોતાના પતિ તેની પત્ની સાથે ખેતરની ઓરડીમાં ગઈ કાલે રાતથી છે. આથી બંનેના પરિવાર ત્યાં પહોંચી ગયા હતા અને બંનેને ઓરડીમાં પૂરી દેતા ભારે હોબાળો મચી ગયો હતો.
આ પછી તો ગામના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમજ મહુધા પોલીને પણ જાણ કરાતા પોલીસ પણ દોડી આવી હતી. આ પછી પ્રેમી યુગલને પોલીસ મથકે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવતી પિયર જતી રહ્યા પછી બંને વચ્ચે પ્રેમસંબંધ આગળ વધ્યો હતો અને બંને એકાંત પણ માણતાં હતા. જોકે, આરડીમાં રંગરેલિયા માણતાં રંગેહાથ ઝડપાઇ જતાં હોબાળો મચી ગયો હતો.