(Source: ECI/ABP News/ABP Majha)
70 વર્ષના NRI વૃધ્ધને 25 વર્ષની યુવતી સાથે થઈ ફ્રેન્ડશીપ, યુવતી શરીર સુખ માણવા ખાલી ઘરમાં લઈ ગઈ, બંને કામલીલામાં હતાં વ્યસ્ત ને........
કચ્છના માધાપરના એન.આર.આઈને યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યાની ઘટના સામે આવતાં ચકચાર જાગી છે. પોલીસે હનીટ્રેપના કેસમાં બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી છે.
માધાપરઃ કચ્છના માધાપરના એન.આર.આઈને યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યાની ઘટના સામે આવતાં ચકચાર જાગી છે. પોલીસે હનીટ્રેપના કેસમાં બે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી છે. મીરઝાપરમાં વડીલ અને યુવતી 15 મિનિટ બંધ રૂમમાં હતા ત્યારે યુવાન ઘૂસી આવ્યો અને વૃદ્ધને છરીની બતાવી 25 લાખ માંગ્યા હતા. વૃદ્ધે આ વિશે પોલીસને જાણ કરતા ફિલ્મી ઢબે હિલ ગાર્ડન પાસે પાંચ લાખ લેવા આવેલા સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો હતો.
માધાપરના ધનજીભાઈ પિંડોરીયા છેલ્લા 25 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં પરિવાર સાથે સ્થાયી થયા હતા. 70 વર્ષીય ધનજીભાઈ અત્યારે વતન માધાપર આવ્યા છે. એક વર્ષ પહેલા કેન્યામાં રહેતા મિત્રના માધ્યમથી તેમનો સંપર્ક નેહા મરંડ નામની યુવતી સાથે થયો હતો. બંને વોટ્સએપથી વાતો કરતા હતા. દરમિયાન વતન આવતા યુવતીએ તેમને કહ્યુ કે પોતે પણ પણ માધાપર રહેતી હોવાનું કહ્યું હતું. આ પછી બંને વચ્ચે ભુજમાં મુલાકાત થઈ હતી. મુલાકાત દરમિયાન તેની સાથે મનીષા મારવાડા નામની યુવતી પણ આવી હતી. નેહાએ વૃદ્ધને જણાવ્યુ હતું કે, મનીષાની માતા બીમાર છે. તેથી ધનજીભાઈએ મનીષાને 10 હજાર રૂપિયાની મદદ કરી હતી. આ પછી મુલાકાતો વધતી ગઈ હતી.
એક દિવસ ધનજીભાઈ કાર લઈને મિરજાપર આવતાં નેહા અને મનીષા તેમની કારમાં બેઠા હતા તેમજ આ પછી ત્રણેય જણા મિરજાપુરના ખાલી મકાનમાં ગયા હતા. જ્યાં ધનજીભાઈ અને નેહા એક રૂમમાં ગયા હતા અને મનીષા બહાર જ ઉભી હતી. દરમિયાન એક યુવક ઘરમાં આવી ગયો હતો અને ઘનજીભાઈને ધમકી આપી હતી. યુવકે મામલો બતાવવા 25 લાખ માંગ્યા હતા. પરંતુ આખરે 5 લાખમાં સમાધાન કરાયું હતું.
બીજી તરફ ધનજીભાઈએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી હિલગાર્ડન પાસે જતા એલસીબી અને એ ડિવિઝન પોલીસે પહેરો ગોઠવ્યો હતો. બે યુવકો વૃદ્ધ પાસે રૂપિયા લેવા આવ્યા હતા. એક્ટિવા પર આવેલા વિવેક બુચિયાને પોલીસે પકડી પાડ્યો હતો, જ્યારે બીજો યુવક ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે નેહા અને મનીષાની પણ અટકાયત કરી છે.