Mehsana : પ્રેમી જેલમાં જતાં પ્રેમિકા રોજ અન્ય યુવક સાથે માણતી શરીરસુખ, જેલમાંથી બહાર આવેલા પ્રેમીને પડી ગઈ ખબર ને પછી.....
મૃતક યુવકને દેશી દારૂનો ધંધો કરતી મહિલા સાથે પ્રેમસંબંધ હતા. આ મહિલાને ગામના જ અન્ય બે લોકો સાથે પણ આડા સંબંધ હતા. જોકે, એક પ્રેમી જેલમાં જતાં મહિલાને મૃતક યુવક સાથે સંબંધ બંધાય હતા અને તેઓ રોજ મજા કરતા હતા.
મહેસાણાઃ વિજાપુરના આગલોડ ગામ પાસે સાબરમતી નદીના કોતરોમાંથી બે દિવસ પહેલા સળગેલી હાલતમાં મળેલી લાશને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે ગણતરીના સમયમાં જ લાશનું કોકડું ઉકેલી નાંખ્યું છે અને આ હત્યા કેસમાં યુવકની પ્રેમિકા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. યુવકની હત્યા પ્રેમપ્રકરણમાં થઈ હોવાનો ખુલાસો થયો છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, મૃતક યુવકને દેશી દારૂનો ધંધો કરતી મહિલા સાથે પ્રેમસંબંધ હતા. આ મહિલાને ગામના જ અન્ય બે લોકો સાથે પણ આડા સંબંધ હતા. જોકે, એક પ્રેમી જેલમાં જતાં મહિલાને મૃતક યુવક સાથે સંબંધ બંધાય હતા અને તેઓ રોજ મજા કરતા હતા. દરમિયાન આરોપી જેલમાંથી બહાર આવતાં તેને પ્રેમિકાના યુવક સાથેના પ્રેમસંબંધની જાણ થઈ ગઈ હતી.
આથી ગુસ્સે ભરાયેલા આરોપીએ પ્રેમિકા અને મિત્ર સાથે મળીને યુવકને મારવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. જે પ્રમાણે યુવક દારૂપ પીવા આવતાં લાકડાના ધોકાથી માર માર્યો હતો અને પછી તેને કોતરમાં લઈ જઈ સળગાવી દીધો હતો. આ અંગે મૃતકના ભાઈએ લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં આ ચોંકાવનારી હકિકતો ખુલી હતી.