FB ફ્રેન્ડ યુવતીના નિમંત્રણથી યુવક શરીર સુખ માણવા પહોંચ્યો હોટલમાં, રૂમમાં બેડ પર સૂતી યુવતીને જોઈને ઉડી ગયા હોશ
Crime News: આ શખ્સ સોશિયલ મીડિયા ફ્રેન્ડને મળવા હોટલના રૂમમાં ગયો હતો પરંતુ રૂમમાં પોતાની જ પત્નીને જોતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
Crime News: તમે લગ્નેત્તર સંબંધના અનેક કિસ્સા સાંભળ્યા હશે પરંતુ બેહરીનમાં કામ કરતો એક 29 વર્ષીય શખ્સ અફેરના ચક્કરમાં પત્નીની જાળમાં જ ફસાયો હતો. આ શખ્સની અડયારની ઓલ વુમન પોલીસે તિરુવન્મિયૂરથી એક હોટલમાંથી ધરપકડ કરી હતી. આ શખ્સ સોશિયલ મીડિયા ફ્રેન્ડને મળવા હોટલના રૂમમાં ગયો હતો પરંતુ રૂમમાં પોતાની જ પત્નીને જોતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
પતિનું ડેસ્કટોપ સર્ફિંગ કરતી વખતે મહિલાને મળી પોતાની જ અશ્લીલ તસવીરો
ચેન્નઈના નીલંકરની 25 વર્ષીય મહિલાએ એક વર્ષના પ્રેમાલાપ બાદ ફેબ્રુઆરી 2021માં અરૂબંક્કમ નિવાસી એક યુવક સાથે લગ્ન કર્યા હતા. મહિલાએ પોલીસે જણાવ્યું કે, તે ભૂલથી પતિનું ડેસ્કટોપ સર્ફિંગ કરતી હતી ત્યારે તેની નગ્ન તસવીરોની સાથે ફોન નંબર અને અનેક મહિલાઓની તસવીર જોઈને હેરાન રહી ગઈ હતી. મહિલાએ એમ પણ જણાવ્યું કે, તેનો પતિ મહિલાઓને દેહ વ્યાપારમાં ધકેલવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતો હતો. પતિનો પર્દાફાશ કરવા માટે મહિલાએ નક્લી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી તેની સાથે વાતચીત કરીને જાળમાં ફસાવ્યો.
પતિએ અનેક અશ્લીલ મેસેજ મોકલ્યા હતા
મહિલાના કહેવા મુજબ તેનો પતિ મહિલાઓને દેહ વ્યાપાર કરાવવા માટે લલચાવતો હતો. મહિલાએ પોલીસને સૂચિત કર્યુ કે તેના પતિએ અનેક મેસેજ મોકલ્યા હતા. જે મહિલાઓને વધારે પૈસા આપતાં ગ્રાહકોને વાયદો કરીને તેની સાથે દેહ વ્યાપારમાં જવા રાજી કરતો હતો.
પોલીસે શું કહ્યું
પોલીસે કહ્યું કે, તે આદમી અશ્લીલ વીડિયોનો બંધાણી હતી. અમે તે વાતની તપાસ કરી રહ્યા છીએ કે તે દેહ વ્યાપારમાં પણ સક્રિય હતો કે નહીં. અડ્યાર ઓલ વુમન પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, તે વ્યક્તિના ફોનને ફોરેંસિંક તપાસ માટે મોકલી દેવાયો છે. 29 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે.