Crime News: લગ્નના દિવસે જાન લઈને ન આવ્યો વરરાજા, ગુસ્સામાં દુલ્હન પહોંચી પોલીસ સ્ટેશન, કારણ જાણીને ઉડી ગયા હોશ
MP Crime News: મધ્યપ્રદેશના છીંદવાડામાં લગ્નના દિવસે દુલ્હન વરરાજાની રાહ જોતી રહી પરંતુ દુલ્હો જાન લઈ પહોંચ્યો નહોતો. જેથી ગુસ્સે ભરાયેલા કન્યા પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
MP Crime News: મધ્યપ્રદેશના છીંદવાડામાં લગ્નના દિવસે દુલ્હન વરરાજાની રાહ જોતી રહી પરંતુ દુલ્હો જાન લઈ પહોંચ્યો નહોતો. જેથી ગુસ્સે ભરાયેલા કન્યા પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે વાત સામે આવી તે આશ્ચર્યજનક હતી. દેહાતના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે, વરરાજાને અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ હતો. જ્યારે તેની પ્રેમિકાને પ્રેમીના અન્યત્ર લગ્નની ખબર પડી ત્યારે તેણે તેની સામે ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે તે જાન લઈને દુલ્હનના ઘરે નહોતો ગયો. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.
શું છે મામલો
મામલો છીંદવાડાના પરાસિયા તાલુકાના ન્યૂટન ગામનો છે. અહીંયા રહેતી એક યુવતીના લગ્ન બૈતૂલ પોલીસ સ્ટેશનમાં તૈનાત કોન્સ્ટેબલ સોનુ સલકિયા સાથે થયા હતા. સોનુ શિવપુરીનો રહેવાસી છે. રવિવારે બંનેના લગ્ન થવાના હતા. લગ્નના દિવસે કન્યા પક્ષ જાનની રાહ જોતો રહ્યો હતો પરંતુ આવી નથી. તેમને લાગ્યું કે કોઈ કારણોસર તેઓ પરત જતા રહ્યા હશે.
પોલીસ સ્ટેશને જઈને જાણવા મળી હકીકત
જાન ન આવતાં લગ્નમાં આવેલા મહેમાનો પણ પરત જવા લાગ્યા હતા. આ વાતથી નારાજ કન્યા પક્ષ સીધો દેહાત પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં તેમણે વર પક્ષ સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યાં તેમને જાણવા મળ્યું કે વરરાજા સામે પહેલાથી પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ કરનારું અન્ય કોઈ નહીં તેની પ્રેમિકા છે.
સ્ટેશન ઈન્ચાર્જ મહેન્દ્ર ભગતે કહ્યું, સોનુ સલકિયા બૈતૂલ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. તેનું અન્ય છોકરી સાથે અફેર હતું. તે પણ બૈતૂલની રહેવાસી છે. સોનુની પ્રેમિકાને જ્યારે ખબર પડી કે તે અન્ય છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે ત્યારે તેણે તેની સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ સોનુ જાન લઈને આવ્યો નહોતો. છીંદવાડાના સીએસપી સંતોષ હેડરિયાએ કહ્યું, મામલે વર પક્ષની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.