Crime News: યુવકે તેના મિત્રની પત્નીના ગાલ પર મુક્યો હાથ, પતિએ કર્યો વિરોધ ને પછી બન્યું એવું કે જાણીને કાંપી ઉઠશો...
પતિએ પોલીસને જણાવ્યું હતું કે તેની પત્ની છેલ્લા દોઢ મહિનાથી નારાજ હતી અને તેના મામાના ઘરે જતી રહી હતી
મધ્યપ્રદેશમાં એક યુવકે પોતાના જ મિત્રની આંખ ફોડી નાખી હોવાની ઘટના બની હતી. એક રિપોર્ટ અનુસાર, મધ્યપ્રદેશમાં એક યુવકે તેના જ મિત્રની પત્નીની છેડતી કરી હતી. જેનો યુવતીના પતિએ વિરોધ કરતા તેના મિત્રએ છરી વડે હુમલો કરી આંખો ફોડી નાખી હતી. કહેવામાં આવી રહ્યું છે કે હુમલો કરનાર યુવક પણ હિસ્ટ્રીશીટર છે.
એક રિપોર્ટ અનુસાર, મધ્યપ્રદેશના ઇન્દોરના લક્ષ્મણ પુરા વિસ્તારમાં રહેલા લકી નામના યુવકની તેના જ મિત્ર અજય ત્રિપાઠી અને ચીના ઠાકુરે છરી વડે હુમલો કરી આંખો ફોડી નાખી હતી. વાસ્તવમાં લકીએ પોલીસને જણાવ્યું હતું કે તેની પત્ની છેલ્લા દોઢ મહિનાથી નારાજ હતી અને તેના મામાના ઘરે જતી રહી હતી. ઘણી સમજાવ્યા બાદ તેની પત્ની શનિવારે તેના ઘરે આવી હતી. લકીએ કહ્યું કે તે તેની પત્ની સાથે ઘર પાસે વાત કરી રહ્યો હતો તે દરમિયાન તેના મિત્રો અજય ત્રિપાઠી અને ચીના ઠાકુર ત્યાં પહોંચ્યા હતા. વાતચીત દરમિયાન અજયે લકીની પત્નીને પણ સમજાવવાનું શરૂ કર્યું, પરંતુ ત્યારે જ ચીના ઠાકુર નામના મિત્રએ લકીની પત્નીના ગાલ પર હાથ મુકી દીધો હતો.
આ વાતનો લકી અને તેની પત્નીએ વિરોધ કર્યો હતો. જેના કારણે એ તમામ વચ્ચે લડાઇ શરૂ થઇ ગઇ હતી. બાદમાં અજય અને ચીનાએ લકીને માર મારવાનું શરૂ કરી દીધું અને લકીને જમીન પર પાડી ચીના ઠાકુરે તેના ગળા પર છરીના ઘા માર્યા હતા. એટલું જ નહી ચીના ઠાકુરે લકીની આંખો પણ ફોડી નાખી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીના ઠાકુર એક હિસ્ટ્રીશીટર છે. તેની સામે લૂંટ અને હુમલાના અનેક કેસ નોંધાયેલા છે. ચીના ઠાકુર થોડા દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો. આ મામલે અજય અને ચીના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે હાલમાં બંન્ને હુમલાખોર ફરાર છે અને તેમને શોધવામાં આવી રહ્યા છે.