Crime News: 'જો તું મારી સાથે રીલેશનશીપમાં નહી રહે તો હું તારા ચહેરા પર એસિડ નાંખીશ’ કહી જીમ ટ્રેનરે શિક્ષિકાને.......
Gujarat Crime News: શિક્ષિકાને જીમમાં એક્સરસાઇઝ કરવા જતાં જીમ ટ્રેનર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમા જીમ ટ્રેનર યુવાન પરણીત હોવાનું માલુમ પડતા યુવતીએ પ્રેમ સંબંધનો અંત લાવી દીધો હતો
Crime News: નડિયાદમાં ભરત નાટ્યમની શિક્ષિકાને જીમ ટ્રેનરે એસિડ એટેકની ધમકી આપી હતી. જેનાથી ફફડી ઉઠેલી શિક્ષિકાએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગતે વિકૃત જીમ ટ્રેનરે શિક્ષિકાને 'જો તુ મારી સાથે રિલેશનશિપમાં નહીં રહે તો હું તારા ચહેરા પર એસિડ નાંખીશ' તેવી ધમકી આપી હતી. જીમ ટ્રેનરે ભરત નાટ્યમની શિક્ષિકાને વારંવાર પજવણી કરતાં ફરિયાદ નોંધાવી હતી.
શિક્ષિકાને જીમમાં એક્સરસાઇઝ કરવા જતી વખતે જીમ ટ્રેનર સાથે થયો હતો પ્રેમ
શિક્ષિકાને જીમમાં એક્સરસાઇઝ કરવા જતાં જીમ ટ્રેનર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમા જીમ ટ્રેનર યુવાન પરણીત હોવાનું માલુમ પડતા યુવતીએ પ્રેમ સંબંધનો અંત લાવી દીધો હતો. શિક્ષિકાએ પ્રેમ સંબંધ પૂર્ણ કરતા જ જીમ ટ્રેનરની વિકૃત માનસિકતા છતી થઇ હતી. યુવતી સાથે વાત કરવા વિકૃત જીમ ટ્રેનર શાળાના લેન્ડલાઈન તથા 5 જુદા જુદા નંબરો મારફતે યુવતીને ફોન કરી પજવણી કરતો હતો.
યુવતીએ ત્રણ મોબાઇલ નંબર બદલી નાંખ્યા
નડિયાદમાં દેરી રોડ પર TGB હોટલ પાસે આવેલ ચેલેન્જર જીમની ઘટના હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. જીમ ટ્રેનર યુવાનનો ત્રાસ અસહ્ય વધતાં યુવતીએ પોતાના 3 મોબાઈલ નંબરો બદલી નાંખ્યા હતા. મિત્રતાના સંબંધ રાખવા જીમ ટ્રેનર યુવક શિક્ષિકાને દબાણ કરતો હતો. સમગ્ર મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે શિક્ષિકાએ આ વિકૃત જીમ ટ્રેનર સામે ફરિયાદ નોંધાવી હતી.
'પત્નીની અદલાબદલી' માટે સહમત ન થવા બદલ પતિએ બંધ હોટલના રૂમમાં પત્નીને માર માર્યો
રાજસ્થાનની એક હોટલમાં એક મહિલાને માર મારવાની ઘટના સામે આવી છે. આ મહિલાને મારનાર બીજું કોઈ નહીં પણ તેનો પતિ હતો. આ મહિલના પતિ પર જ તેને માર મારવાનો આરોપ છે. આ મહિલા પત્નીની અદલાબદલી માટે સહમત ન થતા પતિએ તેને માર માર્યો હતો. મહિલાને માર મારવાનો આરોપ છે કારણ કે તેણે 'વાઇફ સ્વેપિંગ'નો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો. પોલીસ અધિકારીઓએ રવિવારે (16 ઓક્ટોબર) આ માહિતી આપી હતી. આ ઘટના રાજસ્થાનના બિકાનેરમાં એક હોટલના રૂમમાં બની હતી અને કેસ ભોપાલમાં નોંધવામાં આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફરિયાદીનો પતિ બિકાનેરની એક 5 સ્ટાર હોટલમાં મેનેજર હતો. પોલીસ ફરિયાદ અનુસાર, મહિલાએ કહ્યું, "અમ્મારે (પતિ) તેને હોટલના રૂમમાં બંધ કરી દીધી અને તેનો ફોન છીનવી લીધો. બે દિવસ પછી અમ્મર નશાની હાલતમાં પહોંચી ગયો. તેના માટે છોકરીઓ અને છોકરાઓ સાથે શારીરિક સંબંધ બાંધવો તે ખૂબ જ સામાન્ય બાબત હતી."





















