Navsari : સૂતેલા પુત્રના માથામાં કુહાડીના ઘા મારી પિતાએ જ કરી નાંખી હત્યા, શું છે કારણ?
ખેરગામ તાલુકાના નારણપોર ગામે ખૂદ પિતાએ પુત્રની હત્યા કરી નાંખતા હાહાકાર મચી ગયો છે. નારણપોર ગામે ઝઘડિયા ફળિયામાં પિતાએ પુત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.
નવસારીઃ ખેરગામ તાલુકાના નારણપોર ગામે ખૂદ પિતાએ પુત્રની હત્યા કરી નાંખતા હાહાકાર મચી ગયો છે. નારણપોર ગામે ઝઘડિયા ફળિયામાં પિતાએ પુત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ગણેશ નામના યુવકની તેના જ પિતા ભગુભાઈ પટેલે હત્યા કરી છે. વહેલી સવારમાં પુત્ર સુતો હતો એ સમયે માથામાં કુહાડીના ઘા મારી હત્યા કરી હતી.
આશરે 20 થી 21 વર્ષના પુત્રની હત્યા કરવામાં આવતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. ખેરગામ પોલીસે ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી છે. પોલીસે પિતાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. પિતાએ પુત્રની હત્યા કયા કારણોસર કરી એ અકબંધ છે.
Ahmedabad : અમદાવાદના ઓઢવ વિસ્તારમાં લૂંટારુઓને જાણે પોલીસનો ડર જ ન રહ્યો હોય એમ એક બાદ એક લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ઓઢવ વિસ્તારમાં પીએમ આંગડિયા પેઢીની લાખો રૂપિયાની લૂંટની ઘટના હજી તાજી છે, ત્યાં ઓઢવ વિસ્તારમાં બીજી લાખો રૂપિયાની લૂંટની ઘટના ઘટી છે.
ઓઢવમાં 15 લાખની લૂંટ
ઓઢવ વિસ્તારમાં જાણે લૂંટારુઓને મોકળું મેદાન માળો ગયું હોય એમ 10 દિવસના ટૂંકા ગાળામાં લખો રૂપિયાની લૂંટની બે-બે ઘટનાઓ ઘટી છે. મળતી માહિતી મુજબ આજે 27 જૂને ઓઢવમાં લૂંટારુઓએ 15 લાખ રૂપિયાની લૂંટ કરી છે. આ લૂંટની ઘટનામાં 4 આરોપીઓ સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં 2 લૂંટારુઓએ એક કારને રોકી હતી અને અન્ય બે લૂંટારુઓ કારચાલકના 15 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા છે.
ઓઢવમાં આંગડિયા પેઢીમાં 53 લાખની લૂંટ થઇ હતી
અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી પીએમ આંગડિયા પેઢીમાં ગત 17 જૂને ધોળા દિવસે 53 લાખ રૂપિયાની લૂંટ થઇ હતી. પીએમ આંગડીયા પેઢીમાં ઘુસી લૂંટારુઓએ ચપ્પુ અને બંદૂકના જોરે રૂપિયા 53 લાખની લૂંટ કરી હતી. લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ લૂંટ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચારેય આરોપીઓને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 17 જૂને પીએમ આંગડિયા પેઢીના 53 લાખની લૂંટના પ્રકરણમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પીએમ આંગડિયા પેઢીમાં લૂંટ કરનાર ચાર ઇસમોની કારતુસ અને રૂપિયા રૂ.19,32,850 સાથે ધરપકડ કરી છે. ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના બાડમેર અને ઝાલોર જિલ્લામાંથી ઝડપી પાડયા છે.
53 લાખની લૂંટના આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચનેમોટી સફળતા મળી છે.ક્રાઈમ બ્રાંચે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનમાંથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓને ઝડપ્યા બાદ તેમની પાસેથી લૂંટનો લાખો રૂપિયા કબ્જે કર્યા છે.