શોધખોળ કરો

Patan : યુવતી પર થયેલા હુમલા મુદ્દે પોલીસે કર્યો મોટો ખુલાસો, બંનેના સંબંધને લઈને શું કર્યો મોટો ધડાકો?

ઇન્વેસ્ટિગેશનમાં પૈસાનો એંગલ પણ સામે આવ્યો છે. યુવકે ત્યાં જઈને પોતાના જ નંબરથી યુવતીના પિતા ઉપર ફોન કરે છે. પ્રેમ વિક્ષેપ કે મૈત્રી વિક્ષેપ અને પૈસાની જે બાબત હતી તેને લઈને ઘટના બનેલી છે.

પાટણઃ રાધનપુરના શેરગઢ ગામમાં યુવતી પર જીવલેણ હુમલો થતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. યુવતીને વધુ સારવાર અર્થે રાધનપુરથી પાટણના ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ગામમાં અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. યુવતી પર હુમલો કરનાર યુવકને તાત્કાલિક પોલીસે ઝડપી પાડ્યો છે. ગઈ કાલે એક તરફી પ્રેમમાં યુવકે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. જોકે, હવે આ મામલે મોટો ધડાકો થયો છે. 

પાટણના એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, યુવકે યુવતી પર હુમલો કર્યો તે વાત સાચી છે તેથી આ બાબતે કડક તપાસ અને યુવક પર કાયદેસરની કાર્યવાહી થશે. યુવતી અને યુવક લાંબા સમયથી પરિચિયમાં હતા. બંને વચ્ચે ટેલિફોનિક વાત થઇ છે તે નંબરની તપાસ કરી રહ્યા છીએ. ઘટનાની તપાસમાં પૈસાની બાબત પણ સામે આવી છે.

તેમણે કહ્યું કે, આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. આને સોશિયલ મીડિયા પર અલગ રંગ આપવામાં આવ્યો છે. જોકે, બંનેમાં અંતર છે. ફરિયાદમાં દીકરીએ લખાવ્યું છે કે, બંનેને પરિચય હતો. જેથી અમે સાયન્ટિફિક રીતે તપાસ આગળ વધારી છે.  કુલ પાંચ નંબરોને આઇડન્ટી ફાઇવ કરેલા છે. આ નંબરોનું એનાલિસિસ કરતાં એ તો સાબિત થાય છે કે, આ નંબરોની વચ્ચે ઘણી વખત વાતચીત થઈ હતી. 

તેમણે કહ્યું કે, ઇન્વેસ્ટિગેશનમાં પૈસાનો એંગલ પણ સામે આવ્યો છે. યુવકે ત્યાં જઈને પોતાના જ નંબરથી યુવતીના પિતા ઉપર ફોન કરે છે તેમજ જે ઘટના હતી તે વર્ણવે છે. ત્યાર બાદ પ્રેમ વિક્ષેપ કે મૈત્રી વિક્ષેપ અને પૈસાની જે બાબત હતી તેને લઈને ઘટના બનેલી છે. આ તમામ પાસાઓ પર પોલીસ વર્ક કરી રહી છે. સોશિયલ મીડિયા પર જે વિગતો ફરે છે, તેને લોકો સાચી ન માને. 

આ અંગેની વિગતો એવી છે કે, શેરગઢની યુવતી ઘરે એકલી હતી ત્યારે યાસીન માજીશા બલોચ નામનો યુવાન અચાનક ઘરમાં ઘૂસી ગયો હતો અને યુવતી કંઇ વિચારે તે પહેલા તો છરીના ઘા મારી દીધા હતા. હુમલો થતાં યુવતીએ બૂમાબૂમ કરી મુકી હતી. જેથી આસપાસ રહેતી મહિલાઓ યુવતીના ઘરે દોડી આવી હતી. આ પછી યુવતીના પરિવારના સભ્યોને ફોન કરતાં તેઓ પણ ઘરે દોડી આવ્યા હતા. 

બીજી તરફ યુવતીએ બૂમાબૂમ કરતાં દોડી આવેલા લોકોએ યાસીનને પકડી લીધો હતો. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ પણ દોડી આવી હતી અને યુવકને જેલ હવાલે કરી દેવાયો હતો. પોલીસે હુમલખોર યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશVadodara News: વડોદરાના શિનોરમાં સરકારી કર્મચારીઓ અનિયમિત આવતા હોવાથી અરજદારોને હાલાકીBIG News: ભાજપના જ સાંસદે ગરીબોને અપાતા અનાજમાં થતી ભેળસેળનો કર્યો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
Embed widget