શોધખોળ કરો

Rajkot: ઊંઘમાં સૂતેલી 13 વર્ષની દિકરીની આબરૂ લૂંટવાનો પ્રયાસ, પિતાએ હવસખોરને કુહાડીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

રાજકોટ શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરના ન્યારી ડેમ વિસ્તારમાં ઝાડી ઝાખરા નીચે છુપાવેલી અજાણ્યા શખ્સની લાશ મળી હતી. હવે આ હત્યાના કેસમાં પોલીસે મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

રાજકોટ: રાજકોટ શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરના ન્યારી ડેમ વિસ્તારમાં ઝાડી ઝાખરા નીચે છુપાવેલી અજાણ્યા શખ્સની લાશ મળી હતી. હવે આ હત્યાના કેસમાં પોલીસે મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કાલાવડ રોડથી ન્યારી ડેમ તરફના રસ્તા પર લગુન્સ રિસોર્ટની સામે આવેલા મેદાનમાંથી કપાસની સાંઠીઓ નીચે છુપાવેલી લાશ મળી આવી હતી. આ લાશ પરપ્રાંતીય શખ્સની હતી. પરપ્રાંતીય શખ્સે ઘટનાસ્થળ નજીક રહેતા ચોકીદારની 13 વર્ષની દિકરીની આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતાં સગીરાના પિતાએ આ શખ્સને કુહાડીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.  

Rajkot: ઊંઘમાં સૂતેલી 13 વર્ષની દિકરીની આબરૂ લૂંટવાનો પ્રયાસ, પિતાએ હવસખોરને કુહાડીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

સમગ્ર અહેવાલ અનુસાર, રાજકોટ શહેરના કાલાવડ રોડ ન્યારી ડેમ નજીક એક અજાણ્યા શખ્સની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આસપાસમાં ભારે દુર્ગંધ આવતા ઝાડી-ઝાખરા નીચે લાશ છુપાવી દેવામાં આવી હોવાની રાહદારીએ જાણ કરી હતી. આ ઘટનાને લઈને 108 એમ્બ્યુલન્સ તેમજ તાલુકા પોલીસની ટીમ દોડી ગઈ હતી. પોલીસે ઝાડી-ઝાખરા હટાવી આ લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડી અને  હત્યાનો ભોગ બનનાર કોણ છે તે જાણવા તપાસ હાથ ધરી હતી.

Rajkot: ઊંઘમાં સૂતેલી 13 વર્ષની દિકરીની આબરૂ લૂંટવાનો પ્રયાસ, પિતાએ હવસખોરને કુહાડીનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક 45 વર્ષ આસપાસનો હોવાનું જાણવા મળ્યું હતું. આ શખ્સ પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું છે.  પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પરપ્રાંતીય શખ્સની જે સ્થળે હત્યા થઇ ત્યાં ભરત ઉર્ફે સુનિલ રાઠોડ ચોકીદારી કરે છે. ભરતને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. ચાર સંતાનોને છોડી ભરતની પત્ની અગાઉ અન્ય સાથે ભાગી ગઇ હતી. ભરત તેના ચાર સંતાનો સાથે રહે છે. શનિવારે રાત્રે ભરતની 13 વર્ષની પુત્રી સૂતી હતી ત્યારે પરપ્રાંતીય શખ્સ ત્યાં આવ્યો હતો. 

13 વર્ષની નિદ્રાધીન દિકરીના કપડાં એક શખ્સ ઉતારી રહ્યો હતો. પોતાની નજર સામે જ દિકરીની ઇજ્જત લૂંટાતી હોવાનું જોઇ ભરત ઉર્ફે સુનિલે નજીકમાં પડેલી કુહાડી ઉઠાવી કુહાડીનો ઊંધો ઘા તે શખ્સને માથામાં ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા કર્યા બાદ ભરત ઉર્ફે સુનિલે લાશને તાડપત્રીમાં વીંટાળી દીધી હતી અને વરંડાની બાજુમાં આવેલા મેદાનમાં લાશ લઇ જઇ લાશ પર કપાસની સાંઠીઓ નાખી દઇ લાશ છુપાવી દીધી હતી.

હત્યાનો યુનિવર્સિટી પોલીસની ટીમે ભેદ ઉકેલી નાખ્યો હતો. આરોપી ભરત ઉર્ફે સુનિલને પણ પકડીને તાલુકા પોલીસ હવાલે કર્યો હતો. તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ પટેલે જણાવ્યું હતું કે, મૃતક આશરે 38થી 40 વર્ષની ઉંમરનો છે. આરોપી ભરત ઉર્ફે સુનિલની પૂછપરછમાં મૃતક પરપ્રાંતીય હોવાનું અને બે દિવસથી જ તેનો પરિચય થયો હતો. પોલીસે મૃતકની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા. 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial
 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget