શોધખોળ કરો

CRIME NEWS: માતાના નિધન બાદ ધાર્મિક ક્રિયા બાબતે બે ભાઈઓ વચ્ચે મારામારી, એકનું મોત

જૂનાગઢ:  ભેસાણ તાલુકાના નવા વાઘણિયા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. માતાના નિધન બાદ ધાર્મિક ક્રિયા બાબતે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. માથાકૂટ બાદ બે ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી.

જૂનાગઢ:  ભેસાણ તાલુકાના નવા વાઘણિયા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. માતાના નિધન બાદ ધાર્મિક ક્રિયા બાબતે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. માથાકૂટ બાદ બે ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી. કાળુભાઇનું સારવાર દરમિયાન મોત થતાં પુત્ર ઇમરાને ફરીયાદ નોંધાવી છે.  જેમાં 4 શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવાઇ છે. આલમ બેનનું 24 જુલાઈના રોજ અવસાન થયું હતું. જે બાદ તેમા સંતાનો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક ભાઈનું મોત થતા ચકચાર મચી ગઈ છે.

ચોરીની શંકાએ યુવકને મારી છૂટી લાકડી મારતાં યુવકનું મોત

વડોદરાઃ સેવાસી વિસ્તારની મુરલીધર રેસિડેન્સીમાં ચોરીની શંકાએ  માર મારતા યુવકના મોતમાં હત્યાનો ગુનો દાખલ થયો છે. રઘુ ભરવાડે તેમના મકાનમાં ચોરી કરવા 2 વ્યક્તિ પ્રવેસ્યાની શંકાએ ભુપેન્દ્ર સોલંકીને છૂટી લાકડી મારી હતી. આ મામલે પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ ભુપેન્દ્રને પોલીસ મથક લઇ ગઈ હતી. જોકે પોલીસ મથકમાં ભુપેન્દ્રને ખેંચ આવતા સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરો એ મૃત ઘોષિત કર્યો. ભુપેન્દ્રને પીએમ માટે લઈ જવાયો જ્યાં તેના હાથ, પગ, બરડા અને થાપાના ભાગે ઇજાના નિશાન દેખાયા હતા. મૃતક ભુપેન્દ્ર સોલંકીના પિતા ઝવેરભાઈ સોલંકીએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 

આ યુવકે ગરમ તવા પર અંગુઠો મુકી ચામડી કાપી નાંખી ને બીજા યુવકને આપી દીધી, કારણ જાણી ચોંકી જશો

વડોદરાઃ વેસ્ટર્ન રેલવેમાં ખલાસીની નોકરી માટે હોલીવુડ જેવો માસ્ટર પ્લાન ઘડ્યો હતો. રેલવે રિક્રુટમેન્ટ લેવલ 1ની ગેંગમેન અને ખલાસીની  પરીક્ષા આપવા બિહારથી આવેલો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. લક્ષ્મીપુરા ખાતેના ટી.સી.એસ સેન્ટર ખાતે પરીક્ષા યોજાઈ હતી. પરિક્ષાર્થીના અંગુઠાની ચામડી પોતાના અંગૂઠાએ  ચોંટાડી પરીક્ષા આપવા આવ્યો હતો. બાયોમેટ્રિક થંબ ઇમ્પ્રેશનના ટેસ્ટમાં ઝડપાયો હતો. થંબ ઇમ્પ્રેશન નિષ્ફળ જતા સેનેટાઈઝરથી ચેક કરતા ચોંટાળેલી ચામડી મળી આવી. અનિલકુમાર શંભુ પ્રસાદની જગ્યાએ રાજગુરુ ગુપ્તા પરીક્ષા આપવા આવ્યો હતો. બંને ની લક્ષ્મીપુરા પોલીસેધરપકડ કરી. તપાસમાં ગરમ તવા પર અંગૂઠો મુક્યો અને ફોલ્લા વાળી ચામડી કાપીને ચોંટાડી હતી.

દારૂના નશામાં ચકનાચૂર થયેલ હાલતમાં વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમિક પટેલને કરજણ પોલીસે ઝડપ્યો છે. કરજણ નેશનલ હાઇવે નંબર 48 , ભરથાના ટોલ પ્લાઝા પાસે કરજણ પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી. ટોલ પ્લાઝા પાસે વાહન ચેકીંગ દરમિયાન ભરૂચ તરફથી વડોદરા તરફ GJ 6 IC 0832 નંબરની સફેદ કાર અચાનક પરત સુરત તરફ યુ ટર્ન મારી  હંકારી દેતા પોલીસને શક જતા પોલીસે પીછો કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Embed widget