FIR On Rahul Jain: બોલીવુડ સિંગર રાહુલ જૈન પર કોસ્ચ્યુમ સ્ટાઇલિસ્ટે લગાવ્યો બળાત્કારનો આરોપ, પીડિતાએ કહ્યું, ઘરે બોલાવીને …
Singer Rahul Jain Rape Case: બોલિવૂડના પ્રખ્યાત ગાયક રાહુલ જૈન વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. એક મહિલાએ તેના પર તેના ઘરે બોલાવીને રેપ કરવાનો આરોપ લગાવ્યો છે.
![FIR On Rahul Jain: બોલીવુડ સિંગર રાહુલ જૈન પર કોસ્ચ્યુમ સ્ટાઇલિસ્ટે લગાવ્યો બળાત્કારનો આરોપ, પીડિતાએ કહ્યું, ઘરે બોલાવીને … Rahul Jain News Bollywood singer Rahul Jain accused of rape by costume stylist FIR On Rahul Jain: બોલીવુડ સિંગર રાહુલ જૈન પર કોસ્ચ્યુમ સ્ટાઇલિસ્ટે લગાવ્યો બળાત્કારનો આરોપ, પીડિતાએ કહ્યું, ઘરે બોલાવીને …](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/15/494736dd2a14a1d79919e02d102ad5f01660581639722392_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
FIR On Singer Rahul Jain: બોલિવૂડ સિંગર-કમ્પોઝર રાહુલ જૈન વિરુદ્ધ 30 વર્ષની મહિલા 'કોસ્ચ્યુમ સ્ટાઈલિશ' પર બળાત્કાર કરવાના આરોપમાં FIR નોંધવામાં આવી છે. એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. જોકે, ગાયકે આરોપોને નકારી કાઢ્યા હતા અને તેમને "ખોટા અને પાયાવિહોણા" ગણાવ્યા હતા.
એક પોલીસ અધિકારીએ FIRને ટાંકીને જણાવ્યું હતું કે ફરિયાદીએ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા તેના નિવેદનમાં જણાવ્યું હતું કે જૈને તેનો ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક કર્યો હતો અને તેના કામની પ્રશંસા કરી હતી. આરોપીએ ફરિયાદીને તેના અંધેરીમાં સ્થિત ફ્લેટમાં બોલાવી હતી.
મારઝૂડ કરવાનો અને પુરાવાનો નાશ કરવાનો આરોપ
અધિકારીએ જણાવ્યું કે મહિલા 11 ઓગસ્ટના રોજ જૈનના ફ્લેટમાં ગઈ હતી. આરોપી તેને પોતાનો સામાન બતાવવાના બહાને તેના બેડરૂમમાં લઈ ગયો અને પછી તેના પર બળાત્કાર ગુજાર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા 'કોસ્ચ્યુમ સ્ટાઈલિશ' તરીકે કામ કરે છે. મહિલાએ કહ્યું કે જ્યારે તેણે વિરોધ કર્યો તો જૈને તેને માર માર્યો અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો.
આ કલમો હેઠળ કેસ નોંધાયો
પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 376, 323 અને 506 હેઠળ જૈન વિરુદ્ધ FIR નોંધી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. હજુ સુધી આરોપી પકડાયો નથી.
રાહુલે મહિલાને ઓળખવાનો ઇનકાર કર્યો
જ્યારે રાહુલ જૈનનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, હું આ મહિલાને ઓળખતો નથી. તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપો ખોટા અને પાયાવિહોણા છે. અગાઉ પણ એક મહિલાએ મારા પર આવા જ આરોપ લગાવ્યા હતા, પરંતુ મને ન્યાય મળ્યો. આ મહિલા તેની સાથી બની શકે છે.
નોંધનીય છે કે બોલિવૂડના એક ગીતકાર અને લેખકે રાહુલ જૈન વિરુદ્ધ બળાત્કાર, બળજબરીથી ગર્ભપાત અને છેતરપિંડી સહિતના વિવિધ આરોપોમાં ગયા વર્ષે ઓક્ટોબરમાં FIR દાખલ કરી હતી.
આ પણ વાંચો :
Lumpy Virus : ગુજરાતમાં લમ્પી વાયરસનો કહેર, આજે 2517 પશુઓ સંક્રમિત, 110 પશુઓના મોત
SURAT : રાજસ્થાનના CM અશોક ગેહલોત આવતીકાલે સુરતમાં, કોંગ્રેસ આગેવાનો સાથે કરશે મહત્વની બેઠક
Gujarat Rains : તાપી જિલ્લામાં ભારે વરસાદ, ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલાયા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)