Raja Raghuvanshi Murder: સોનમ, રાજ સહિત તમામ આરોપીઓની થશે પૂછપરછ, કોર્ટે આઠ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા
Raja Raghuvanshi Murder: પોલીસે બધા આરોપીઓના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે 8 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી છે

Raja Raghuvanshi Murder Case: શિલોંગની એક કોર્ટે બુધવારે (11 જૂન, 2025) મેઘાલયમાં હનિમૂન દરમિયાન પોતાના પતિ રાજા રઘુવંશીની હત્યાની આરોપી સોનમ રઘુવંશી અને તેના ચાર સાથીઓને 8 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા.
5 accused, including Sonam remanded to 8-day police custody in Raja Raghuvanshi murder case
— ANI Digital (@ani_digital) June 11, 2025
Read @ANI Story | https://t.co/07v8i9OU21#RajaRaghuvanshiMurderCase #HoneymoonMurderCase #SonamRaghuvanshi pic.twitter.com/GS4aNAxLXm
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સોનમને મંગળવારે (10 જૂન, 2025) મધ્યરાત્રિએ શિલોંગ લાવવામાં આવી હતી, જ્યારે અન્ય આરોપીઓ બુધવારે (11 જૂન, 2025) ટ્રાન્ઝિટ રિમાન્ડ પર આવ્યા હતા. પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના એસપી વિવેક સયામે જણાવ્યું હતું કે, "પોલીસે બધા આરોપીઓના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે 8 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી છે." 24 વર્ષીય સોનમ રઘુવંશીની ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેના સાથીઓને રાજા રઘુવંશીની હત્યાનું કાવતરું ઘડવા બદલ મધ્ય પ્રદેશના ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી.
સોનમે પોતાનો ગુનો કબૂલ કર્યો
સોનમે પોતાના પતિ રાજા રઘુવંશીના મૃત્યુમાં પોતાની ભૂમિકા સ્વીકારીને પોતાનો ગુનો કબૂલ કર્યો. જ્યારે મેઘાલય પોલીસે તેણીને તેના પ્રેમી રાજ કુશવાહાને રૂબરૂ લાવીને પૂછપરછ કરી ત્યારે તેણીએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો
જ્યારે પોલીસે સોનમ અને રાજ કુશવાહાની પૂછપરછ કરી ત્યારે તેમની સામે લોહીથી લથપથ જેકેટ, સોનમનો રેઈનકોટ અને અન્ય પુરાવા મૂકવામાં આવ્યા. જ્યારે પોલીસે સોનમને આ પુરાવાઓ વિશે પૂછપરછ કરી ત્યારે તે ચૂપ થઈ ગઈ હતી. પરંતુ આ પછી સોનમે બધા પુરાવા જોયા પછી પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. સોનમે કબૂલાત કરી કે તેણે તેના પતિ રાજા રઘુવંશીની હત્યા ત્રણ કોન્ટ્રાક્ટ કિલર આકાશ રાજપૂત, વિશાલ ઉર્ફે વિકી ઠાકુર અને આનંદ કુર્મી સાથે કરી હતી.
પોલીસ તપાસમાં અત્યાર સુધી શું સામે આવ્યું છે?
પોલીસ તપાસમાં એ વાત સામે આવી છે કે સોનમ મેઘાલયથી તેના પ્રેમી રાજને તેના લોકેશન વિશે સંપૂર્ણ માહિતી આપતી રહી. તે કહેતી રહી કે આ લોકો ક્યાં પહોંચ્યા છે અને તેઓ આગળ શું કરવાના છે. પોલીસે એમ પણ જણાવ્યું કે લગ્ન પછી સોનમ અને તેના પ્રેમી રાજે તેના પતિ રાજા રઘુવંશીની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. આ બધું યોજના મુજબ કરવામાં આવ્યું હતું.
પોલીસે એમ પણ જણાવ્યું હતું કે સોનમે તેની સાસુને પણ ખોટું કહ્યું હતું કે તેણે એકાદશીનો ઉપવાસ રાખ્યો હતો, જ્યારે હોટલમાંથી મળેલી માહિતી મુજબ તેણે ભોજન ખાધું હતું. એટલું જ નહીં, પોલીસને મેઘાલય રેલવે સ્ટેશન પરથી હત્યામાં વપરાયેલ હથિયાર પણ મળી આવ્યું હતું. સોનમે આ કેસમાં પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. તેણે રાજા રઘુવંશીના ફોન પરથી એક સોશિયલ મીડિયા પોસ્ટ પણ શેર કરી હતી, જેના કેપ્શનમાં તેણે 'સાત જન્મો કા સાથ' લખ્યું હતું. જોકે, કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે સોનમે બધુ સત્ય જણાવી દીધું હતું.





















