Crime News: 16 વર્ષની છોકરીને 45 વર્ષના આઘેડ સાથે પરણાવાઈ, પતિથી સંતોષ નહીં હોવાથી જેઠના દીકરા સાથે બાંધ્યા શરીર સંબંધ ને.......
Rajasthan Crime News: 16 વર્ષની સગીર યુવતીના લગ્ન 45 વર્ષના યુવક સાથે થયા હતા. તેને એક બાળકી પણ હતી. તે જેઠાણીના 22 વર્ષના પુત્રના પ્રેમમાં પડી અને તેની સાથે ભાગી ગઈ.
Rajasthan Crime News: રાજસ્થાનના ધોલપુરના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 16 વર્ષની સગીર યુવતીના લગ્ન 45 વર્ષના યુવક સાથે થયા હતા. તેને એક બાળકી પણ હતી. તે જેઠાણીના 22 વર્ષના પુત્રના પ્રેમમાં પડી અને તેની સાથે ભાગી ગઈ. પતિના રિપોર્ટના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. સગીરાનું કહેવું છે કે તે તેના પતિ સાથે રહેવા માંગતી નથી.
શું છે મામલો
ધોલપુર સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક 45 વર્ષીય આધેડના લગ્ન 16 વર્ષની સગીરા સાથે થયા હતા. સગીરા તેના આધેડ પતિને સ્વીકારતી નહોતી. તે તેની જેઠાણીના 22 વર્ષના પુત્રના પ્રેમમાં પડી અને તેની સાથે ભાગી ગઈ. આના પર સાસરિયાઓએ સગીરાના અપહરણનો કેસ દાખલ કર્યો હતો. પોલીસે સગીરાની ધરપકડ કરી છે.
આ પછી બાળ કલ્યાણ સમિતિના સભ્યો ગિરીશ ગુર્જર અને બ્રિજેશ મુખરિયા સમક્ષ રજૂ કરવામાં હતી. તેનું કાઉન્સેલિંગ કર્યા બાદ તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી છે. બાળ કલ્યાણ સમિતિના સભ્યોના જણાવ્યા અનુસાર, 16 વર્ષીય સગીર મધ્યપ્રદેશની રહેવાસી છે. લગભગ દોઢ વર્ષ પહેલા તેના માતા-પિતાએ તેના લગ્ન તેની મરજી વિરુદ્ધ ધૌલપુરના નિવાસી એક વ્યક્તિ સાથે કરાવ્યા હતા. આ પછી તેમને એક પુત્રી થઇ હતી. સગીરાએ જણાવ્યું કે તે પોતાના પતિ સાથે રહેવા માંગતી નથી. તેની સાથે છૂટાછેડા લઇને માતા-પિતા સાથે રહેવા માંગે છે.
ગિરીશ ગુર્જરે જણાવ્યું કે હાલ સગીરાને સખી વન સ્ટોપમાં અસ્થાયી રુપથી દાખલ કરવામાં આવી છે. તેના માતા-પિતાને પણ બોલાવ્યા છે. માતા-પિતા આવ્યા પછી સગીરા અને તેની 1 વર્ષીય પુત્રીના હિતને જોઈને નિયમ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. સગીરાના પતિએ ઓક્ટોબર 2021માં મહિલા પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવ્યો હતો.
25 સીમ કાર્ડ ખરીદ્યા હતા
આ પછી પોલીસે સગીરાને શોધવા માટે ઘણો પ્રયત્ન કર્યો હતો જોકે તેની જાણ થઇ ન હતી. કાઉન્સલિંગ દરનિયાન સગીરાએ કહ્યું કે તેણે 20 થી 25 સીમ કાર્ડ ખરીદ્યા હતા, સીમ કાર્ડ બદલી-બદલીને વાત કરતી હતી. આ પછી સીમ કાર્ડને તોડી નાખતી હતી. આ કારણે પરિવારજનો અને પોલીસ પકડી શક્યા ન હતા. જોકે આખરે પોલીસ પકડવા સફળ રહી હતી. ગિરીશ ગુર્જરે જણાવ્યું કે સગીરા ઓક્ટોબરમાં ધૌલપુરથી ભાગીને હરિયાણા જતી રહી હતી. ત્યાં ભત્રીજા સાથે પ્રાઇવેટ નોકરી કરી અને સારી રીતે જીવન પસાર કરતી હતી. સગીરાનો પતિ ઉંમરમાં મોટો હોવાથી તે તેને પસંદ કરતી નથી અને તેની સાથે રહેવા માંગતી નથી.