Crime News: માતાના મેણાથી તંગ આવીને પુત્રએ કરી હત્યા, પકડાયા બાદ પોલીને કહ્યું – ‘હું પાપી છું’
Crime News: બમ્બૂલિયા ગામના રહેવાસી આરોપી મનીષના પિતાનું 3 વર્ષ પહેલા અવસાન થયું હતું. મનીષને બે મોટાભાઈ અને એક બહેન છે.
Rajasthan Crime News: રાજસ્થાનના કોટા જિલ્લાના ઈટાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પુત્રએ ગળું દબાવીને તેની માતાની હત્યા કરી. પુત્રએ માતાના મેણા ટોણાથી તંગ આવીને રાત્રે આશરે અઢી વાગે ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી. પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, બમ્બૂલિયા ગામના રહેવાસી આરોપી મનીષના પિતાનું 3 વર્ષ પહેલા અવસાન થયું હતું. મનીષને બે મોટાભાઈ અને એક બહેન છે. બહેનના લગ્ન થઈ ચુક્યા છે. સૌથી મોટાભાઈએ ઘરમાં લડાઈ ઝઘડાથી કંટાળીને સાસરીમાં રહેવા લાગ્યો હતો. જ્યારે નાનો ભાઈ પડોશમાં રહેતી મંદબુદ્ધિની છોકરી સાથે રેપના આરોપમાં જેલમાં હતો.
ઘરમાં મનીષ અને તેની માતા સંતરા બાઈ રહેતા હતા. મોટાભાઈ સાસરીમાં અને નાનો ભાઈ જેલમાં જવાના કારણે તેની માતા મેણા ટોણા મારતી હતી. મનીષ તેની માના મેણાથી પરેશાન થઈ ગયો હતો. 26 મેના રોજ રાત્રે માતાએ મનીષને કંઈક કહ્યું હતું. જે બાદ તેણે રાત્રે ઉંઘી રહેલી તેની માતાનું ગળું દબાવી દીધું. આશરે 5-7 મીનિટ સુધી તેની માતા તડપતી રહી, માતાએ ખુદને છોડવવાની કોશિશ કરી પરંતુ મનીષે મજબૂતીથી ગળું પકડી રાખ્યું, આખરે તેની માતાએ દમ તોડ્યો.
ઉંઘવાનો ડોળ કર્યો પણ નીંદર ન આવી
મનીષે પોતાની માતાની હત્યા બાદ ઉંઘવાની કોશિશ કરી પરંતુ ઉંઘ ન આવી. સવારે સાડા ત્રણ વાગે તે દૂધની થેલી લેવા ગયો. બાદમાં દાદાને માતા બીમાર હોવાની વાત કરી. પરિવારજનો ઘરે પહોંચ્યા તો માતાનું મોત થઈ ચૂક્યું હતું. પરિવારજનોએ રેપના આરોપમાં જેલમાં બંધ સંતરાના પુત્રનું છોડાવવા માટે પડોશી પર હત્યાની આશંકા વ્યક્ત કરી. સૂચના મળતાં પોલીસ પહોંચી અને તપાસ શરૂ કરી.
હું પાપી છું, માતાને મારી નાંખી
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવતાં મોત થયું હોવાની પુષ્ટિ થઈ. પોલીસે ગુપ્તચરો દ્વારા માહિતી મેળવી અને આરોપીને ધરપકડ કરી. પૂછપરછમાં તેણે હત્યાનો ગુનો કબૂલી લીધો. મનીષે પોલીસ સમક્ષ ગુનો સ્વીકારી લીધો અને કહ્યું, મેં માને મારી નાંખી ચે. હું રાતભર ઉંઘી શક્યો નહોતો. મને માતાનો ચહેરો નજર સમક્ષ દેખાય છે. હું પાપી છું, મેં મારી માતાની હત્યા કરી. હવે મને ખૂબ પસ્તાવો થાય છે, મને મુક્તિ નહીં મળે.