Rajkot: પત્નીને એઇડ્સ થતાં પતિએ સાળી સાથે બાંધ્યા સંબંધ, પ્રેમમાં આડખીલી બનતી પત્નીની ઠંડા કલેજે કરી નાંખી હત્યા
વિછીયા પંથકમાંથી યુવતીની મળેલી લાશને લઈને મોટો ખુલાસો થયો છે. મૃતક યુવતી વિંછીયા તાલુકાના છાછીયા ગામની રહેવાસી છે. મૃતક છેલ્લા 38 દિવસથી ગુમ હતી.
![Rajkot: પત્નીને એઇડ્સ થતાં પતિએ સાળી સાથે બાંધ્યા સંબંધ, પ્રેમમાં આડખીલી બનતી પત્નીની ઠંડા કલેજે કરી નાંખી હત્યા Rajkot : A man murder of wife in affair with sister in law Rajkot: પત્નીને એઇડ્સ થતાં પતિએ સાળી સાથે બાંધ્યા સંબંધ, પ્રેમમાં આડખીલી બનતી પત્નીની ઠંડા કલેજે કરી નાંખી હત્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/06/e399fba486258b8f10aee7755f4b54f01657082699_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ વિછીયા પંથકમાંથી યુવતીની મળેલી લાશને લઈને મોટો ખુલાસો થયો છે. મૃતક યુવતી વિંછીયા તાલુકાના છાછીયા ગામની રહેવાસી છે. મૃતક છેલ્લા 38 દિવસથી ગુમ હતી. સ્થાનિક કોળી સમાજના આગેવાનોએ ગઈકાલે વિછીયા પોલીસ સ્ટેશન મહિલાના ગુમ અંગે આવેદન આપ્યું હતું. મૃતક યુવતીની હત્યા કરાઈ હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. તેમના જ પતિ દ્વારા મૃતક યુવતીની હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. હત્યા કરનાર શખ્સને મૃતકની બહેન સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે હત્યા કરાઇ હોવાનો આગેવાનોએ આક્ષેપ કર્યો છે.
છેલ્લા 38 દિવસ દરમિયાન મૃતકના પરિવારજનોએ અનેક વખત પોલીસને રજૂઆત કરી હોવાનો દાવો છે. વિછીયા પોલીસ દ્વારા યોગ્ય તપાસ ન કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની પરિવારજનોની માંગ છે. જો કાર્યવાહીની કરવામાં આવે તો મૃતદેહ સ્વીકારવાનો પણ કર્યો ઇનકાર.
આ અંગેની વિગતો એવી છે કે, મૃતક પરિણીતાનું હાડપિંજર ચોટીલા તાલુકાના ઢોકળવા ગામની સીમમાંથી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. પત્નીને એઇડ્સ થતાં પતિ સાળીના પ્રેમમાં પડી ગયો હતો અને નડતરરૂપ પત્નીનો કાંટો કાઢવા માટે ચાર્જરના વાયરથી ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી. ઢોકળવાની સીમમાં મૃતદેહ દાટીને પત્ની ગુમ થયાની પોલીસને જાણ કરી હતી.
વિંછીયા તાલુકાના દલડી ગામની પરિણીતા રંજનબહેન રાજેશભાઈ ઓળકિયા ઘણા સમય થઈ ગૂમ હતાં. આ અંગે પતિએ જ પોલીસને જાણ કરી હતી. જોકે, યુવતીની ભાળ ન મળતાં 2 દિવસ પહેલાં સામાજિક આગેવાનો અને યુવતીના પરિવારજનો પોલીસની ઢીલી કામગીરી સામે ધરણાં પર ઊતર્યા હતા. પોલીસે પતિની ઊલટતપાસ કરતાં તે ભાંગી પડ્યો હતો અને પોતે જ હત્યા કરીને લાશ ચોટીલાના ઢોકળવાની સીમમાં કોતરોમાં દાટી દીધી હોવાનું કબૂલાત કરી હતી.
પતિની કબૂલાતને આધારે તપાસ કરતા કંકાલ મળી આવ્યું હતું. કંકાલને ફોરેન્સિક લેબ માટે રાજકોટ મોકલી અપાયું છે. ગુનો ચોટીલાની હદમાં બન્યો હોઈ, ચોટીલા પોલીસ મથકે પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરીને પોલીસે પતિની ધરપકડ કરી હતી. રાજેશ પોતાની સાળી ઇન્દુની સગાઈ હોવાથી આગલા દિવસે પત્ની સાથે છાસિયા જવા બાઇક પર નીકળ્યો હતો. નક્કી કરેલી વીડી રસ્તાનું સ્થળ આવતાં વિસામો લેવાનું કહી કોતર નજીક રોકાયાં હતાં. ત્યાં જ મોબાઇલના ચાર્જરના વાયરથી ટૂંપો દઈ પત્નીની હત્યા કરી નાંખી હતી અને લાશને દાટી દીધી હતી તેમજ ગુમ થયાની વાત ઊપજાવી કાઢી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)