Rajkot: મહિલા કોલેજના પ્રોફેસરે બે વિદ્યાર્થીની પાસે અભદ્ર માંગણી કરી, દોઢ માસ સુધી કોઇ કાર્યવાહી ન થયાનો આરોપ
બે વિદ્યાર્થિનીએ 3 મહિના પહેલા અરજી કરી હતી અને પ્રિન્સિપાલે દોઢ માસ સુધી તેમાં કોઇ કાર્યવાહી જ ન કરી હોવાનો આરોપ વિદ્યાર્થીનીઓએ મૂક્યો હતો.
રાજકોટમાં ફરી એકવાર ગુરૂ અને શિષ્યના સંબંધને લાંછન લગાડતી ઘટના બની છે. મળતી જાણકારી અનુસાર, શહેરના કાલાવડ રોડ પર આવેલી માતૃશ્રી વીરબાઈમા મહિલા કોલેજના સાયન્સના પ્રોફેસરે બે વિદ્યાર્થિની પાસે અભદ્ર માંગ કરતા સમગ્ર મામલો એન્ટિ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી પાસે પહોંચ્યો હતો. જોકે આઘાતજનક બાબત એ છે કે, બે વિદ્યાર્થિનીએ 3 મહિના પહેલા અરજી કરી હતી અને પ્રિન્સિપાલે દોઢ માસ સુધી તેમાં કોઇ કાર્યવાહી જ ન કરી હોવાનો આરોપ વિદ્યાર્થીનીઓએ મૂક્યો હતો.
બે વિદ્યાર્થિનીઓના મતે સપ્ટેમ્બર મહિનામાં એન્ટિ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલને અરજી કરી હતી. અરજી થયા બાદ લગભગ દોઢ મહિના સુધી કોઇ જ કાર્યવાહી થઈ ન હતી. આથી બંને વિદ્યાર્થિનીએ કોલેજના સંચાલકોને ફરી એકવખત પોતાની સાથે થયેલી ઘટના અંગે જવાબદાર પ્રોફેસર સામે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
એબીપી અસ્મિતાએ તપાસ કમિટિનો સંપર્ક કરતા તેનો તપાસ રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યો હોવાનું અને રિપોર્ટ જવાબદારોને સોંપી દેવાયાનો દાવો કર્યો હતો. તપાસ કમિટી બાદ પ્રિન્સિપાલ પણ મીડિયા સમક્ષ આવ્યા હતા. પ્રથમ રિપોર્ટ મને તપાસ સમિતિએ સોંપ્યો હોવાનો સ્વીકાર કર્યો હતો. હવે એક સપ્તાહમાં કોલેજના મેનેજમેન્ટને આ રિપોર્ટ સોંપવામાં આવશે. જોકે પ્રિન્સિપાલે એટલું ચોક્કસ કહ્યું કે વિદ્યાર્થીનીઓએ અરજી કરી છે તો તથ્ય તો હશે જ. તથ્ય હશે એટલે જ અરજી કરી હશે.
રાજકોટમાં થેલેસેમિયા પીડિત બાળકીના મૃત્યુ અંગે આરોગ્ય મંત્રીએ આપ્યો આવો જવાબ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા પીડિત દીકરીનું મૃત્યુ થતાં હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર પર ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા તો સિવિલ સુપ્રિન્ટરને કહ્યું, કે રિએક્શનના કારણે મૃત્યુ નથી થયું આ બાબતે તપાસ કરીશું.
વિધિ જીતેન્દ્રભાઈ પીઠવાની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી તેને અચાનક રિએક્શન આવી ગયું હતું પરિવારજનોએ કહ્યું હતું કે સારવાર કરનાર ડોક્ટરોની શોધ બેદરકારી હતી અમે અનેક વખત ડોક્ટરોને રજૂઆત કરી હતી પરંતુ ડોક્ટરો બરોબર ધ્યાન આપતા ન હતા. વિધિ જીતેન્દ્રભાઈ પીઠવા કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી જુવાનજોત દીકરીનું મૃત્યુ થતાં આ મધ્યમ વર્ગીય પરિવાર પર આભ તૂટી પડ્યું છે. રાજકોટમાં થેલેસેમિયા પીડિત વિધિ પીઠવાના મૃત્યુ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉડાઉ જવાબ આપ્યો હતો. રાજ્યમાં બનતી ઘટના અંગે મંત્રીઓને તાત્કાલિક જાણ ન હોય તેવો મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો હતો. ઋષિકેશ પટેલે કહ્યું કે, "કોઈના આક્ષેપો અંગે હું માહિતી ના આપુ શકું, તપાસ કરીને જે હકીકત હશે તે આપને જણાવીશ." રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકીનું મૃત્યુ આજે સવારે થયું છે જો કે, દિવસ દરમિયાન આરોગ્ય મંત્રીને આ બનાવ અંગે જાણ નથી થઈ